રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી તેમજ સ્વચ્છ ભારત અભિયાનના પાંચ વર્ષ પુર્ણ થયાના ભાગરૂપે સ્વચ્છતાની આ ઐતહાસિક સિધ્ધી અન્વયે સ્વચ્છતા હી સેવા-૨૦૧૯ માસ કેમ્પેઈન અંતર્ગત જિલ્લાના તમામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૨ ઓકટોબર ૨૦૧૯ ના રોજ સવારે ૯- ૦૦ કલાકે મહા શ્રમદાન, સ્વચ્છતા શપથ અને ફીટ ઈન્ડિયા કાર્યક્રમ યોજાશે.
ભારત સરકાર દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ કલેકશન, સેગ્રીનેશન ડિસ્પોઝલ પર સંપૂર્ણ ભાર મુકવામાં આવેલ છે. જેને ધ્યાને લઇ તમામ ગ્રામ્ય વિસ્તારોનાં દરેક મહોલ્લા, શેરીઓ, જાહેર રસ્તા અને ચોક, શાળા, ભવનો વગેરેમાંથી પ્લાસ્ટીક કચરાની સફાઇ કરાવી વધુમાં વધુ પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ થાય તથા સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ પર પર પ્રતિબંધ લાવવા માટે નાગરિકોના વિશાળ જન આંદોલન સ્વરૂપે તમામ ગ્રામિણ વિસ્તારોમાં મહા શ્રમદાન, સ્વચ્છતા શપથ અને ફીટ ઈન્ડિયા કાર્યક્રમનું જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ગ્રામ, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યઓ, ગ્રામ સુખાકારી સમિતિના સભ્યઓ, બી.આર.સી. તેમજ સી.આર.સી.ના કલસ્ટર કો-ઓર્ડીનેટર, સ્કુલ મેનેજમેન્ટ કમિટિના સદસ્યઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, યુવક મંડળો, સખી મંડળના મહિલા સદસ્યઓ, સ્વચ્છાગ્રહીઓ, ગ્રામ રોજગાર સેવકો, ગ્રામ સુખાકારી અને નિગરાની સમિતિના સદસ્યઓ, દુધ મંડળી અને ખેત મંડળીના સદસ્યઓ, આત્મા પ્રોજેકટના સદસ્યઓ, આંગણવાડીની આશા બહેનો, સરકારી અધિકારીઓ -કર્મચારીઓ, તમામ ધાર્મિક સંસ્થાઓના સદસ્યઓ, કોર્પોરેટ ક્ષેત્રના સદસ્યઓ સહિત ગામના આગેવાનો જોડાશે. તેમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા જણાવાયું છે.