મીટીંગ દશકાની સૌથી મોટી રાજકીય ઘટના ગણાશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલીક શરતો સો ઉત્તર કોરીયાના શાસક કિંગ ઝોન ઉન સો મુલાકાત માટે સહમત યા છે. વિશ્ર્વના આ બન્ને માા ફરેલ પ્રમુખો વચ્ચે નારી આ બેઠક ઐતિહાસીક બની રહેશે. હજુ સુધી બેઠકનું સ્ળ જાહેર કરવામાં આવ્યું ની. જો કે, આ બેઠક ૨૦૧૮ની સૌી મોટી રાજકીય ઘટના બની રહેશે તેવી ધારણા છે.
એકબીજાના કટ્ટર વિરોધી અમેરિકા અને ઉત્તર કોરીયાના સંબંધો સુમેળભર્યા બને તેવા સંકેતો મળી રહ્યાં છે. અત્યાર સુધી એકબીજાને ઘુરકીયા કરતા ડોનાલ્ડ ટ્રમ્પ અને કિંગ ઝોન ઉન આગામી મે મહિનામાં મળે તેવી શકયતા છે. દક્ષિણ કોરીયાના નેશનલ સિકયોરીટી ઓફિસના પ્રમુખ ચુંગ એઈયોંગે આ મામલે સુચના આપી છે. ર્નો કોરીયાના તાનાશાહ કિંગ ઝોન ઉન સો મુલાકાતનું આમંત્રણ ટ્રમ્પે સ્વીકાર્યું છે. કોરીયાએ પરમાણુ પરીક્ષણ બંધ કરવાનું વચન આપ્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ર્નો કોરીયામાં જ આ મુલાકાત ઈ શકે તેવી વાત વહેતી ઈ છે. અમેરિકા અને ર્નો કોરીયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉ કોરીયાએ મધ્યસ્ની ભૂમિકા ભજવી છે.
અમેરિકા અને ર્નો કોરીયાની શત્રુતા બન્ને દેશોના પ્રમુખો માટે પારંપરીક બની છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સૌપ્રમવાર કોરીયા સો સમાધાન કરવા આગળ વધી રહ્યાં છે. બીજી તરફ કોરીયાના તાનાશાહોમાં કિંગ ઝોન ઉન એકમાત્ર એવા છે જે અમેરિકા સો સુમેળભર્યા સંબંધ સપવાની તૈયારી દર્શાવી છે. બન્ને દેશોના પ્રમુખોને અત્યાર સુધી માા ફરેલ કહેવામાં આવતા હતા પણ વિશ્ર્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે બેઠક કરવાની સહમતી દર્શાવી બન્ને ડાહ્યા હોવાની સાબીત મળી ગઈ છે.
ગયા વર્ષે ર્નો કોરીયાએ અનેક મિસાઈલ ટેસ્ટ કર્યા હતા. જેમાં ઈન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટીક મિસાઈલના ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. આ મિસાઈલ અમેરિકાના તમામ રાજયોને આવરી લેવા સક્ષમ છે. બન્ને દેશો એકબીજા ઉપર રોફ જમાવવા પરમાણુ હુમલા સુધીની ધમકી આપી ચૂકયા છે. હાઈડ્રોઝન બોમ્બ સહિત પરમાણુ બોમ્બના અખતરા પણ કરી ચૂકયા છે. થોડા સમય પહેલા બન્ને દેશોની તંગદીલી વિશ્ર્વને યુદ્ધના ખપ્પરમાં હોમી દેશે તેવી દહેશત હતી. જો કે કોઈ કારણોસર બન્ને દેશની વડાએ સમાધાનકારી રૂખ અપનાવતા વિશ્ર્વને ોડા સમય માટે હાશકારો યો છે.