ટોકિયો ઓલમ્પિકમાં ભારતની મહિલાઓએ દેશનું માન વધાર્યું છે. પીવી સિંધુ, મિરાબાઈ ચાનુ વગેરે મહિલાઓ વિદેશમાં ભારતના તારલાઓ તરીકે ચમકી છે. ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પહોંચી છે. આજે તેનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે. મેચ બપોરે 3.30 કલાકે મેચ રમાશે. સમગ્ર દેશની નજર તે તમામ 16 દીકરીઓ પર છે, જેમણે ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા હોકી ટીમને અંતિમ 4 માં સ્થાન અપાવ્યું છે. આ જ ટિમની એક દીકરી છે નિશા જેને ઘણી મુશ્કેલીઓમાંથી પાર થઈને આજે દેશનું ગૌરવ વધારી રહી છે. ચાલો તો આપણે નિશા વારસી વિશે જાણીએ.
પડકારો આવતા રહ્યા, પણ નિશાએ હાર ન માની
નિશા વારસીએ 2019 માં હિરોશિમામાં FIH ફાઈનલમાં આંતરરાષ્ટ્રીય પદે રમેલી હતી. ત્યારથી તેણીએ નવ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. નિશાના પિતાએ કોઈને કોઈ રીતે અમુક પૈસા બચાવ્યા હતા, જેનાથી નિશાને ટુર્નામેન્ટ માટે મુસાફરી કરવામાં મદદ મળી રહે. આજે નિશા ટોક્યો ઓલિમ્પિકમાં સમગ્ર ભારતનું નામ રોશન કરી રહી છે.
નિશાનો જન્મ થયો ત્યારે પડોશીઓએ ટોણો માર્યો હતો
નિશા વારસીના પિતા સોહરાબે કહ્યું કે જ્યારે અમારા ઘરમાં છોકરી (નિશા) નો જન્મ થયો ત્યારે ઘણા લોકો તેને ટોણા મારતા હતા. નિશાના જીવનમાં ઘણા સામાજિક અવરોધો પણ આવ્યા, પરંતુ કોચ સિવાચે નિશાનો સાથ આપ્યો. 2018માં નિશાને ભારતીય ટીમના કેમ્પ માટે પસંદ કરવામાં આવી હતી પરંતુ ઘર છોડવાનો નિર્ણય સરળ નહોતો.
પિતા દરજી હતા, માતા ફોન ફેક્ટરીમાં કામ કરતી હતી
હરિયાણાના સોનીપતની રહેવાસી નિશા વારસી પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. નિશાને ઓલિમ્પિકમાં સફર કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નિશાના પિતા સોહરાબ અહમદ દરજી હતા અને નિશાને હોકી રમવા માટે પ્રોત્સાહિત કરતા હતા, પરંતુ 2015માં તેમણે લકવો થઈ ગયો હતો તેથી તેમણે પોતાનું દરજી કામ છોડવું પડ્યું હતું. નિશાની માતા મહરૂન ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કર્યું જેથી નિશા હોકી સ્ટાર બની શકે.
આજે નિશા અને તેના માતા-પિતાની અથાક મહેનતના કારણે આજે તેણી વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે.