જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ “અબતકનાં આંગણે: ગુજરાત રત્ન પૂ.ગુરૂદેવ સુશાંતમુનિ મ.સા. અને સંત-સતિજીઓનું સાનિધ્ય: સુવર્ણચેન, ગીની, રજતના સિક્કાનો લક્કી ડ્રો: શહેરના મહાનુભાવોની ઉપસ્ત “અબ હમ મહાવીર કે સંતાન હૈ…’ના જયઘોષ સો વિવિધ રાજમાર્ગો પર ફરશે પ્રભાત ફેરી
સમસ્ત સ. જૈન સમાજ દ્વારા ર્તીર્થકર પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ તા.૦૮-૦૪-૨૦૧૭ના શનિવારના છે. વીર પ્રભુના વધામણા કરવા તાજેતરમાં સ. જૈન મોટા સંઘ-વિરાણી પૌષધશાળા ખાતે સમસ્ત રાજકોટ સ. જૈન સંઘોના અગ્રણીઓની મીટીંગ મળેલ જેમાં આગામી તા.૦૮-૦૪-૨૦૧૭ શનિવારના રોજ સોનેરી સુર્યોદય ઐતિહાસીક “મહાવીર પ્રભાત ફેરીનું આયોજન કરેલ છે. મહાવીર પ્રભાત ફેરી સવારના ૭-૩૦ કલાકે ત્રિકોણબાગી સંઘોના અગ્રણીઓ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવી પ્રભાત ફેરીને પ્રસન કરાવશે. આ પ્રભાત ફેરી પ્રભુ મહાવીરના જય નાદ સો ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, મુળવંતભાઈ દોમડીયા ચોક, ભુપેન્દ્ર રોડ, આચાર્ય ડુંગરસિંહજી મ.સા. ચોક ઈ વિરાણી પૌષધશાળા મોટા સંઘમાં મહાવીર સભામાં પરિવર્તીત શે. પૂ.સુશાંતમુનિજી મ.સા. મંગલાચરણ કરાવી ધર્મ સંદેશ પાઠવશે. રાજકોટમાં બિરાજીત સર્વે સતિવૃંદ અનંત ઉપકારી શાસનપતિ પ્રભુ મહાવીરનો સંદેશો ફરમાવશે. પ્રભાત ફેરીમાં આવનાર દરેકને પ્રભાવના સ. જૈન સંઘોના સહકારી આપવામાં આવશે. ભાઈઓ સફેદ વો તા બહેનોએ શુકનવંતા વો પરિધાની સજ્જ શે.
મહાવીર સભા પૂર્ણ થયા બાદ મહાસતીજી માંગલિક ફરમાવશે. મોટા સંઘ ખાતે આયાજિત મીટીંગમાં મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, રોયલ પાર્ક સંઘના શિરીષભાઈ બાટવીયા, મહાવીર નગર સંઘના સુધીરભાઈ બાટવીયા, ઈન્દ્રપ્રસ્ નગર સંઘના ધી‚ભાઈ વોરા, રામકૃષ્ણનગર સંઘના નંદલાલભાઈ કામદાર, ભક્તિનગર સંઘના હિતેનભાઈ અજમેરા, ગોંડલ રોડ વેસ્ટ સંઘના, કિરીટભાઈ શેઠ, શાલીભદ્ર સરદારનગર સંઘના રાજુભાઈ પારેખ, વસંતભાઈ મહેતા, સાધના ભવન સંઘના સુશીલભાઈ ગોડા, નાલંદા સંઘના નિલેશભાઈ શાહ, માવાણીભાઈ, જંકશન પ્લોટ સંઘના ભીખુભાઈ ભરવાડ, વસંતભાઈ કામદાર, નેમિના વિતરાગ સંઘના ભરતભાઈ દોશી, અજરાઅમર સંઘના મધુભાઈ ખંધાર, શેઠ આરાધના ભવન સંઘના મનોજભાઈ ડેલીવાળા, મયુરભાઈ શાહ, જયંતભાઈ ભરવાડા, મોટા સંઘના હિતેશભાઈ બાટવીયા, કૌશીકભાઈ વિરાણી, કુમારભાઈ શાહ, મિલનભાઈ મીઠાણી, રાજુભાઈ શેઠ, ઈન્દ્રપ્રસ્ નગરના નલીનભાઈ બાટવીયા, વિરાણી પૌષધશાળાના નગીનભાઈ દેશાઈ, મનહર પ્લોટ સંઘના ડોલરભાઈ કોઠારી, સદર સંઘના મધુભાઈ શાહ, પ્રહલાદ પ્લોટ સંઘના રજનીભાઈ બાવીસી, ‚ષભદેવ સંઘના રસિકભાઈ પારેખ, વૈશાલીનગર સંઘના શશીભાઈ વોરા, નવકાર મંડળના પ્રતાપભાઈ વોરા, શ્રમજીવી સંઘના મહેશભાઈ મહેતા, રેસકોર્સ પાર્ક સંઘના નટુભાઈ શેઠ, શેઠ ઉપાશ્રયના પ્રહલાદભાઈ છાટલીયા તા હેમલ મહેતા, વખારીયા ઉપાશ્રયના ચેતનભાઈ વખારીઆ, સંઘાણી સંઘના ચેતનભાઈ સંઘાણી, અજરામર સંઘના મધુભાઈ ખંધાર આદિ સંઘોએ સુંદર સા સહકાર આપેલ છે તેમ સમસ્ત રાજકોટ સ જૈનના સંઘના સભ્યોએ “અબતકની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું. સમસ્ત સ. જૈન સમાજ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.