બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં છેલ્લા બે ટર્મથી ચુંટાઈ આવેલા ઉમેદવાર દિલીપ પટેલની ક્રમાંક નં.૫૩ ઉપરથી ઉમેદવારી
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં બાર કાઉન્સીલના સૌથી જાગૃત ઉમેદવાર તરીકે ઓળખાતા દિલીપ પટેલે ક્રમાંક નંબર ૫૩ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. રાજકોટના વકિલોના પ્રશ્ર્નોને સતત વાંચા અપાવતા દિલીપભાઈ પટેલે અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિસ્તૃત વિગતો આપી હતી.
૨૦૦૬ અને ૨૦૧૨ની બાર કાઉન્સીલની ચુંટણીમાં વિજેતા બન્યા બાદ ચેરમેન, વાઈસ ચેરમેનપદે અન્ય કમીટીના સભ્ય તરીકે ચુંટાઈ અને વિકાસકાર્યો કરી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોના પ્રશ્ર્નોને અગ્રતા આપવામાં દિલીપ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે. થોડા વર્ષો પહેલા બાર કાઉન્સીલમાં વકીલોની મોટી રકમની થયેલ ઉચાપત ભવિષ્યમાં ન થાય તે માટે કરેલ કાર્યવાહી તથા વર્ષના ઓડિટ કરાવી પારદર્શક વહિવટને દિલીપભાઈએ પ્રાથમિકતા અપાવી હતી. દિલીપભાઈએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઓફિસ કોમ્પ્યુટરાઈઝ ડેટા સાથેની અદ્યતન બનાવી ભવિષ્યમાં ૮૦ હજાર વકીલોને સુવિધાપૂર્ણ કાર્યો થાય તે માટે ૬૧ લાખના ખર્ચે નવી ઓફિસની ખરીદી કરાવી હતી.
જુનિયર-સીનીયર વકીલો માટે એડવોકેટ એકેડમીની ડીસીજી તથા જીએનએલયુના સંયુકત ઉપક્રમે લેકચરોનું પણ આયોજન કરાયું હતું. ઉપરાંત દિલીપભાઈના પ્રયાસોથી વકિલોને ઉનાળાના ચાર મહિના કોટ પહેરવામાંથી મુકિત અપાઈ હતી. બે ટર્મ દરમિયાન બાર કાઉન્સીલ દ્વારા વિવિધ જિલ્લામાં વકીલો માટે વર્કશોપ અને સેમિનાર પણ યોજયા હતા.
૫૦ વર્ષની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ૫૦ વર્ષથી વકીલાત કરતા તમામ સીનીયરોનું તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન કરાવવામાં આવ્યું હતું. આ સાથે દિલીપભાઈએબાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો વહિવટ પારદર્શક બનાવી સંસ્થાને આર્થિક સઘ્ધરતા મળે તેવા વહિવટનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત જુનિયર વકીલો માટે અડધી કિંમતે જીએલએચ આપવાની મંજુરી અપાવી હતી. દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ રાજકોટને હાઈકોર્ટ બેચ મળે તેવા તમામ પ્રયાસો હાથ ધરશે. વધુમાં તેઓએ બેલેટ પેપરમાં ક્રમાંક નં.૫૩ સામે ૧ લખીને તેમને મત આપવાની અપીલ કરી હતી.