કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. થોડાં સમયના બ્રેક બાદ વાયરસે ફરી માથું ઊંચકતા કેસ ફરી અતિ ઝડપભેર વધી જઈ રહ્યા છે. દેશમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે એમાં પણ કોરોના કાચીંડાની જેમ કલર બદલતા મોટું જોખમ ઉભું થયું છે. બસ ચારેકોર કોરોના… કોરોના… બીજા રોગ તો જાણે કોરોનામાં જ તબદીલ થઈ ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. કોઈને હાર્ટએટેક, અન્ય કોઈ બીમારી હોય તો પણ કોરોનામાં સપડાવી દેવાય છે. અન્ય કોઈ બીમારી ધરાવનારાઓને તો કોરોના ઝડપભેર લાગુ થઈ છે એટલે તો જે બીમારી છે જૂની એ તો એક બાજુ જ રહી જાય છે અને કોરોના આસાનીથી જીવ લઈ ચાલ્યો જાય છે.
આથી જ તો મોટિવયના ઉંમરના દર્દીઓનો મૃત્યુઆંક વધ્યો છે. હાર્ટએટેક, કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીઓ આ નાનકડાં વાયરસ સામે ઓછી પડી રહી છે. એક પછી એક કેસ વધી જઈ રહ્યા છે. મૃત્યુઆંક વધ્યો છે. કોરોનાથી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને ખૂબ મોટું જોખમ છે. કોરોનાએ આંતક મચાવીને રાખ્યો છે. કેન્સર, ડાયાબિટીસ, હાર્ટની બીમારી જેવા રોગો કોરોનાએ વધુ ખતરનાક બનાવી દીધા છે.