શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી

શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટર,શ્રી જસ પ્રેમધીર સંકુલના આંગણે પરમશ્રધ્યે પૂ.ધીરજમુનિ મ.સાની નિશ્રામાં સર્વરોગ-સારવાર  નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. દર્દી નારાયણની સેવામાં સેવા આપનાર તબીબોનું પૂજ્ય ધીરજ મસાની શુભ નિસરામાં સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં ડો.નીતિન તોડીયા,ડો.દિનકર વીરપરિયા, ડો.જયદીપ દેસાઈ,ડો.નિલ ગોહિલ,ડો.મૌલિક ડઢાણીયા,ડો.પ્રદીપ શેઠ,ડો.સી.વી અજમેરાનું સન્માન કરવામાં આવ્યું હતું.

સર્વ રોગ નિદાન-સારવાર કેમ્પમાં દર્દીઓને માત્ર નિદાન નહીં પરંતુ બ્લડના તમામ રિપોર્ટ પણ પેથોલોજી લેબમાં નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા.સાથોસાથ એક મહિનાની દવા પણ નિશુલ્ક પૂરી પાડવામાં આવી હતી.100થી વધુ લોકોએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શહેરના શ્રેષ્ઠ અનુભવી નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને નિદાન તથા સારવારની સેવા પૂરી પાડવામાં આવી હતી.

Screenshot 2 8

100થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લઇ રાજીપો વ્યક્ત કર્યો

પેથોલોજીને લગતા તમામ બ્લડ રિપોર્ટની પણ નિ:શુલ્ક સેવા પૂરી પાડી રાજકોટના શ્રેષ્ઠ અનુભવી તબીબોએ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપી

કેમ્પમાં અતિથિ વિશેષમાં અચિતભાઈ જાસની,જીગ્નેશભાઈ સંઘવી,કાંતિભાઈ કાપસી,અમુભાઈ ભારદીયા,જીતુભાઇ બાલાની, ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ દાતાઓનું સંસ્થા દ્વારા અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું. સર્વ રોગ નિદાન સારવાર કેમ્પમાં દર્દીઓએ નિદાન તથા સારવાર મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી ડો.સંજય શાહ,ટ્રસ્ટી જયશ્રી શાહ,ડો.પારસ શાહ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

શરીર સાધન છે, સાધના માટે જરૂરી છે સ્વાસ્થ્ય માટે નિદાન કેમ્પ ઉપયોગી છે: ધીરગુરૂદેવ

શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂ.  ધીરગુરૂદેવના મંગલ પાઠ બાદ  સચીનભાઈ દોશીના હસ્તે ડો. નીતીન ટોલીયા, ડો.પ્રદીપ શેઠ, ડો.પરમ શાહ, ડો. વીરપરીયા, ડો.નીલ ગોહિલ, ડો. દઢાણીયા, ડો.સી.વી. અજમેરા, ડો.જયદીપ દેસાઈ, ડો. અમિત ગાંધી, ડો.સહાના વગેરેનું  મોમેન્ટોથી સન્માન કરવામાં આવેલ. સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું ઉદઘાટન સચીન દોશી, અચ્યુત જસાણી, જીજ્ઞેશ સંઘવી, અમુભાઈ ભારદીયા, જીતુભાઈ બેનાણી, દિલીપ  ધોળકીયા, કીર્તિ મણીયાર, કાઠિયાવાડ સમાજ,અમદાવાદ, રંજનબેન જે.પટેલ વગેરેના હસ્તે ‘આરૂગ્ગ બોહિલાભં’ના જયનાદે  કરવામાં  આવેલ. શિવકુંવરબેન બી.દોશી મેડીકલ  અને વૈયાવચ્ચ સેન્ટરના  બીજા વર્ષના પ્રારંભે ગુરૂદેવે જણાવેલકે સાધના માટે શરીર જરૂરી છે. શરીર માયે  સ્વાસ્થ્ય જરૂરી છે. સ્વાસ્ત્ય માટે ડોકટરો જરૂરી છે. સ્વાગત ડો.સંજય શાહ અને સૂત્ર સંચાલન જયશ્રી શાહે કરેલ સેંકડો દર્દીઓએ કેમ્પનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

કેમ્પથી દર્દીઓને ખૂબ લાભ થયો છે: ડો.સી.વી અજમેરા

શિવકુંવરબેન બી. દોશી મેડિકલ સેન્ટરના ડો.સી.વી અજમેરાએ જણાવ્યું કે,સંસ્થામાં અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ દર્દીની સારવાર તથા નિદાનમાં કરવામાં આવે છે. દર્દીઓને નહિવત દરે સંસ્થામાં સેવા પૂરી પાડવામાં આવે છે. સર્વરોગ નિદાન-સારવાર કેમ્પથી ઘણા દર્દીઓને સચોટ નિદાનની સાથે સારવાર તથા રિપોર્ટ્સની નિશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી છે.

દર્દીઓની સેવામાં ફ્રાન્સ ટેકનોલોજીનું બ્લડ સેલ કાઉન્ટર મશીન વસાવ્યું છે: જયશ્રીબેન શાહ

શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયશ્રીબેન સાહે જણાવ્યું કે, પેથોલોજી લેબમાં નવી ટેકનોલોજીના સાધનો વિકસાવવામાં આવ્યા છે દર્દીઓને બ્લડના તમામ રિપોર્ટ નહીંવત દરે કરી આપવામાં આવે છે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પમાં દર્દીઓને તમામ રિપોર્ટ નિશુલ્ક કરી આપવામાં આવ્યા છે.હોરીબા યુમીઝેન એચ ફાઈવ હન્ડ્રેડ બ્લડ સેલ કાઉન્ટર મશીન મેડ ઇન ફ્રાન્સ પેથોલોજી લેબમાં વસાવવામાં આવ્યું છે.પૂજ્ય ગુરુદેવે વ્યાવચ્ચ સેન્ટરના બીજા માળાને ફિઝિયોથેરાપીસ સેન્ટરના ઉપયોગ માટે આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.