સતાધારના મહંત પૂ. વિજયબાપુના હસ્તે કેમ્પનું ઉદધાટન: કોલેજમાંથી નિવૃત થયેલા એકાઉન્ટન્ટનું સન્માન કરાયું.
માણાવદરની સુપ્રસિધ્ધ શૈક્ષણીક સંસ શ્રી જે.એમ. પાનેરા શૈક્ષણીક સંકુલ તેમજ મધુરમ હોસ્પિટલ રાજકોટ ના સહયોગી આજરોજ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પ નું શુભ ઉદ્ધાટન સતાધાર ની જગ્યા ના મહંત પુજય વિજયબાપુ ના વરદ્ હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે આશિર્વાદ આપતા પૂ.વિજયબાપુ એ દર્દીમાં ઇશ્વર ના દર્શન કરી દર્દીને નારાયણ ગણાવ્યા હતા આવા દર્દી નારાયણ ની સેવા કરવા માટે જેઠાભાઈ પાનેરા ને અભિનંદન આપ્યા હતા
આ સર્વરોગ નિદાન કેમ્પ માં મધુરમ હોસ્પિટલ રાજકોટ ના ડો અવિનાશ મારૂ , ડો. રાહુલ પટેલ, તા જૂનાગઢ ના ડો. રાહુલ પંડયા, ડો. એન. ડી. ખારોડ, ડો. નિરવ ખારોડ, ડો. જોલીબેન ટીલાળા માણાવદર ના ડો. અખેડ સાહેબે પોતાની સેવા આપી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા કોલેજ સ્ટાફ તા આદિત્ય સ્કૂલ ના સંચાલક પ્રવિણભાઇ સોલંકી તેમજ સમગ્ર સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો, ટ્રસ્ટી ધર્મેશભાઇ પાનેરા, શ્રીમતી શાંતાબેન પાનેરા, નીશાબેન પાનેરા, તેમજ રાજસીભાઇ પાનેરા, અરસીભાઇ પાનેરા, રામભાઈ પાનેરા, ડો પંકજભાઇ જોષી , સુરેશભાઈ વેકરીયા ડો. અખેડ વગેરે ઉપસ્તિ રહ્યા હતા આ કાર્યક્રમમાંકોલેજના એન. એસ. એસ. યુનિટ ના તેમજ એન. સી. સી.ના વિર્દ્યાીઓએ સ્વયંસેવક તરીકે સુંદર કામગીરી કરી હતી