વી.એમ.મહેતા આયુર્વેદ કોલેજ ખાતે પદ્મશ્રી વૈદ્ય બાલેન્દુ પ્રકાશની રાષ્ટ્રીય કક્ષાની પરિષદ સંપન્ન
ગાર્ડી વિદ્યાપીઠ સાથે સંકળાયેલ વી.એમ.મેહતા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ, આણંદપર ખાતે ગાર્ડી વિદ્યાપીઠના હોલમાં ઉત્તરાખંડ નિવાસી અને પદ્મશ્રીથી સન્માનિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સુપ્રસિદ્ધ રસવૈદ્ય, વૈદ્ય બાલેન્દુ પ્રકાશની રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 રાજ્યોના આયુર્વેદના વિદ્યાર્થીઓ, વૈદ્યો ઉપરાંત નેપાળના વૈદ્ય પણ જોડાયા હતા.
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા જટીલ રોગોની પણ સારવાર આડ-અસર વગર કરવી શક્ય છે. આ વિષય ઉપર વધુ પ્રકાશ પુરાવા આધારિત આયુર્વેદ ચિકિત્સા પર વક્તવ્ય આપ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદમાં તેઓ તેમણે એલર્જીથી થતી શરદી, માઈગ્રેન, અસ્થમા, બ્લડ કેન્સર આ બધા જટીલ રોગોમાં આયુર્વેદના સચોટ અને સંશોધનો દ્વારા સિધ્ધ કરેલા તેમના શ્રેષ્ઠ પરિણામો ઉપર માર્ગદર્શન પણ આપ્યું હતું. લોહીમાં રહેલ લોહતત્વને આયર્ન તથા ફોલિક એસિડની દવાઓ કરતા પણ વધુ સારી રીતે ચોક્કસ આયુર્વેદિક દવાઓ દ્વારા ટૂંકા સમયગાળામાં વધારી શકાય છે.
આ ઉપરાંત કોઈપણ પ્રકારના માઇગ્રેનની જડમુળથી સારવાર આયુર્વેદ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ શકી છે. પરિષદના અંતભાગમાં બાલેન્દુ પ્રકાશ એ પેટન્ટ તથા માન્ય માપદંડ પર ખરી ઉતરતી દવાઓ વિકસાવવા માટેનો અભિગમ કેળવવા, કોન્ફરન્સમાં ઉપસ્થિત અને આયુર્વેદ પધ્ધતિની પ્રેક્ટિસ કરતા ડોકટરોને અનુરોધ કર્યો હતો ખ્યાતિ સુદને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે તેમજ ડો. મમતા પરીખ તથા ડો. જયેશ કાત્રોડીયાને બેસ્ટ રિસર્ચ પેપર માટે એવોર્ડ મળેલ તે બદલ તેમનું સન્માન કરવામાં આવેલું. આ ઉપરાંત સંસ્થાના અન્ય આયુર્વેદ શિક્ષક ડો. તન્વી ચોટાઈ દ્વારા લિખિત તથા હેત્વી પબ્લિકેશન્સ રાજકોટ દ્વારા પ્રકાશિત લાસ્ટ મિનિટ રિવિઝન ઓફ અગદતંત્ર બુકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સના આયોજનમાં રાજકોટ વૈદ્યસભા અને આયુર્વેદ ફાઉંડેશન ઓફ ઇન્ડિયા જોડાયા હતા. સમગ્ર પરિષદનું સંચાલન ગાર્ડી વિદ્યાપીઠના દ્રવ્યગુણના પ્રોફેસર ડો. નીરજ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદ થકી આયુર્વેદ ચિકિત્સાની શક્તિથી માહિતગાર કરાવવા અને થવા તથા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત વૈદ્ય બાલેન્દુ પ્રકાશના વક્તવ્યનો લાભ આજની યુવા પેઢીને મળે તે માટે વી. એમ. મેહતા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ કોલેજ ના પ્રિન્સીપાલ તેમજ આર. એસ. શાહ આયુર્વેદ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. એન. બી. કપોપરા , ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મેહતા, સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર જય મેહતા અને વાઈસ ચેરમેન કિરણભાઈ શાહ એ જહેમત ઉઠાવી માર્ગદર્શન પૂરું પાડયું હતું.