વેરાવળતર યાજેના 31મી મે એ પૂર્ણ: 134 કરોડની આવક
કોર્પોરેશનમાં હાલ વેરા વળતર યોજના ચાલી રહી છે જે અંતર્ગત આવતીકાલે શનિવારઅને પરમ દિવસે રવિવારની રજામાં પણ વેરો સ્વીકારાશે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એ જણાવ્યું છે કે, સને 2022-23ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા.30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું હાલ ચાલુ છે.
વળતર યોજનાનો લાભ શહેરના વધુમાં વધુ મિલકત ધારકો લઈ શકે તે માટે શનિ, રવિની રજા દરમ્યાન એટલે કે તા. 28 અને 29 ના રોજ સવારે 10:30 થી 02:00 અને 02:30 થી 04:00 કલાક સુધી ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરો તથા તમામ વોર્ડ ઓફિસે મિલકત વેરો ભરી શકાશે. રજામાં પણ લાભ લેવા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ લોકોને અનુરોધ કરેલ છે.