ગીર-સોમનાથ ના વેરાવળ ખાતે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ જુનાગઢ તેમજ અમન ચેરીટેબલ ટ્રસ્ટ સ્પુક્ત ઉપક્રમે આયોજિત શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ દ્વારા સંચાલીત સુદર્શન નેત્રાલય-અમરેલી ના સહયોગથી સબાના સ્કૂલ ખાતે સર્વે જ્ઞાતિ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ને ખુલ્લો મુકતા સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા…
આ કેમ્પ માં અતિથિ વિશેષ તરીકે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષબેન કુસકીયા સાથે જિલ્લા માઇનોરિટી સેલ ના ચેરમેન ફારૂકભાઈ પેરેડાઇઝ જિલ્લા કોંગ્રેસ મંત્રી ભગુભાઈ વાળા-જિલ્લા મહિલા સેવાદળ પ્રમુખ કાજલબેન લાખાણી જિલ્લા મહિલા કોંગ્રેસ અગ્રણી યાસ્મીનબેન ચોહાન, નજમાબેન પંજા સહીત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કોમ્પ ના મુખ્ય આયોજકો ફારૂકભાઈ પેરેડાઇઝ યુસુફભાઈ ફિઝા આસિફખાન વિગેરે ના અગ્રણી ઓ દ્વારા આવા અનેક કેમ્પોનુ સુંદર આયોજન છેલ્લા ઘણા સમય થી આવી સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા આવી રહેલ હોય ત્યારે સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ આ યુવાનો ની સેવાકીય પ્રવૃત્તિ ઓ ને બિરદાવી ભવિષ્યમાં આવી સુંદર સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજ સેવાના સાચા ભખધારી બની ને સમાજ સેવક બનીરહે તેવી શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com