યોગવિધા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન ઓફ ગુજરાતનું આયોજન,રજીસ્ટ્રેશન અનિવાર્ય અંજલિબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, પૂર્વધારાસભ્ય ભાનુબેન, પૂર્વ ડે. મેયર દર્શિતાબેનશાહ પ્રાણ ચિકિત્સાનો લાભ લેશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
યોગવિદ્યા ફાઉન્ડેશન દ્વારા રવિવારેસર્વરોગ પ્રાણિક હિલિંગ સારવાર કેમ્પ યોજાનાર છે. જેની સફળતા માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રાણિક હીલિંગ એટલે પ્રાણ ચિકિત્સા, ભૌતિક શરીર ઉપરાંત ઓરા કે ઉર્જા શરીરનું અસ્તિત્વ આજકાલ આમ જનતાથી અજાણ્યું નથી.
ઊર્જા શરીર એટલે કે ઓરામાંથી જરોગજન્ય કે નકારાત્મક ઉર્જાનું શુધ્ધીકરણ એટલે કે ઓરાને કલીંગ કરીને તેમાં શુધ્ધ પ્રાણનેપૂન: પ્રસ્થાપિત કરવાની પ્રાચીન આધ્યાત્મિક વૈજ્ઞાનિક ચિકિત્સા પધ્ધતિ એટલે પ્રાણિક હીલીંગ, વેદ ઉપનિષદ અને ભગવદ્ગીતામાં પણ ઉર્જા શરીર અને તેના ઉર્જા કેન્દ્રો એટલે કે ચક્રોનો ઉલ્લેખ છે.
રોજ – બરોજના તણાવભર્યા જીવનમાં આઉર્જા શરીર અને ચક્રોમાં નકારાત્મક પ્રાણનો જમાવએ ઉર્જા શરીરમાં પ્રાણનામુકત સંચારમાંઅવરોધ બનીને પ્રથમ ઉર્જા શરીરમાં અને ત્યારબાદ ભૌતિક શરીરમાંરોગનું કારણ બને છે. એજ રીતે ઊર્જા શરીરમાં શુધ્ધ પ્રાણની ઉણપ પણ રોગજન્ય સ્થિતિનું અન્ય કારણ છે.
આ સંજોગોમાં ભૌતિક શરીરને સ્પર્શપણ કર્યા વિના માત્ર વ્યકિતના ઉર્જા શરીરમાંથી નકારાત્મક પ્રાણને દૂર કરીને શુધ્ધ પ્રાણના પ્રક્ષેપણની સરળ વૈજ્ઞાનિક પધ્ધતિ એટલે પ્રાણ ચિકિત્સા અથવા પ્રાણીક હીલીંગ
પ્રાણ ચિકિત્સામાં કોઈ પણ પ્રકારની દવા કે વ્યકિતના શરીરને સ્પર્શ પણ કરવાનો ન હોવાથી તેમાં કોઈ આડ અસરને અવકાશ નથી.
પ્રાણીક હીલીંગ શીખવા માટે બે દિવસનો પ્રથમ કોર્સ અને અન્ય બે કોર્સ ત્રણ દિવસમાં શીખી શકાય છે.
ઓલ ઈન્ડીયા યોગ વિદ્યા પ્રાણી કહી લીંગ ફાઉન્ડેશન્સ ઓફ ઈન્ડીયા તીરૂપતિ આંધ્ર પ્રદેશમાં મુખ્ય કાર્યાલય ધરાવતી સંસ્થાની અમદાવાદ ખાતે યોગવિધા પ્રાણીક હીલીંગ ફાઉન્ડેશન ઓફ ગુજરાત સંસ્થા દ્વારાશહેરમાં ઘણા પ્રાણીક હીલીંગના ટ્રેનર્સ અને હીલર્સ કાર્યરત છે.
આ પ્રાણીક હિલીંગ ટીચર્સ અને પ્રાણચિકિત્સકો દ્વારા તા. ૧૬ ડિસેમ્બર ૨૦૧૮રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યાસુધી સર્વ રોગ પ્રાણ ચિકિત્સા કેમ્પનું આયોજનકરવામાં આવેલ છે.જેમાં દરેક વ્યકિત પોતાનો પાસપોર્ટ ફોટો અને આધારકાર્ડની નકીલ સાથે માત્ર ૨૦ રૂપિયા રજીસ્ટ્રેશન પેટે આપીને નિ:શુલ્ક પ્રાણ ચિકિત્સાનો લાભ લઈ શકશે.
આ તકે અંજલીબેન રૂપાણી, શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન પૂર્વ ડે. મેયર દર્શિતાબેન શાહઉપરાંત ડો. અલ્પાબેન ત્રિવેદી પણ આ પ્રાણ ચિકિત્સા કેમ્પની મુલાકાતલઈ પ્રાણ ચિકિત્સાનો લાભ લેનાર છે.
શહેરનાં કાલાવડ રોડ પર આવેલી માતૃમંદિરસ્કુલમાં ૧૬ ડિસે. રવિવારે સવારે૯ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં યોજાનાર આ કેમ્પ વિશે વધુ માહિતી માટે ૯૭૨૩૪ ૩૩૬૨૦,૯૮૨૪૨ ૨૪૮૦૮ તથા વધુમાં વધુ લોકોને આ સ્પર્શ વિના થતી પ્રાણ ચિકિત્સાની સારવારનો લાભ લેવા યોગવિદ્યા પ્રાણીક હીલીંગ ફાઉન્ડેશન ઓફ ગુજરાત સંસ્થા દ્વારા અનુરોધક રાયો છે.