રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ઉત્તર પ્રવૃતિઓ દ્વારા જીવનમાં પ્રેક્ટીકલ અને પારંગત બનાવવા માટે જાણીતી સંસ્થાઓમાં મોખરે ગણાતી ક્રાઇસ્ટ કોલેજ ના ટેકનોસપાર્ક 2025 માં 600થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મોડેલ પર સૌ આફરીન થઈ ગયા હતા
રાજકોટની ક્રાઈસ્ટ કોલેજ ખાતે ટેકનો સ્પાર્ક 2025નું આયોજન કરવામાં આવ્યું છે.વિધાર્થીઓ ટેક્સબુક માં જે અભ્યાસ કરતા હોય તેને ગ્રાઉન્ડ પર કઈ રીતે રજૂ કરી શકાય અને વિધાર્થીઓના પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે આ ટેકનો સ્પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 600 થી વધુ વિધાર્થીઓએ ભાગ લઈને નોન ટેક્નિકલ અને ટેકનિકલ કૃતિ રજૂ કરવામાં આવી હતી.જે કૃતિમાં લુડો ગેમ, રોબોટિક, પબજી ગેમ, સોફ્ટવેર ડબિંગ, કેન્વા સહિતની અનેક કૃતિ રજૂ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી જેને નિહાળીને દર્શકો મંત્રમુગ્ધ થયાં હતા.
ક્રાઇસ્ટ કલેજના ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે,આ ટેકનો સ્પાર્ક 2025નું આયોજન 2013 થી શરૂ કરવામાં આવ્યું છે આ વર્ષ પણ આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન ખાસ કરીને ઇજનેરી માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે થયું છે.વિધાર્થીઓને પ્રેટિકલ નોલેજ મળે તેમજ સરકારની મેક ઇન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ પર ભાર મૂકવામાં આવ્યો છે.ટેકનો સ્પાર્કના આયોજન થી વિધાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ, મશીનરી અને સ્ટાર્ટ અપ સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ આયોજન માં ચીફ ગેસ્ટ તરીકે જમનભાઈ પટેલ ઉપસ્થતી રહ્યા હતા અને લાઇફ યોર સક્સેસ વિષય પર માર્ગદર્શન આપ્યું હતો તો પ્રો. ધવલ ભોજાણી એ પણ ઇનોવેશન સ્ટાર્ટ અપ પર વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..તેમજ ક્રાઇસ્ટ કોલેજના ડાયરેક્ટર ફાધર જોમન થોમન, એડમિનિસ્ટેટિવ ફાધર જેનસોનલી જોસેફ, પ્રિન્સિપાલ નિદ્રિયા ગોગીયા, ક્ધવીનર ધવલ પાનસુરીયા,ક્ધવીનર સાગર ચૌહાણ અને ક્ધવીનર હિતેશ પાટડિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓએ લુડો ગેમ, રોબોટિક, પબજી ગેમ, સોફ્ટવેર ડબિંગ, કેન્વા સહિતની અનેક કૃતિ રજૂ કરી હતી: તન્મય મોલીયા
અબતક સાથેની વાતચીતમાં તન્મય મોલીયાએ જણાવ્યું હતું કે, ક્રાઈસ્ટ પોલીટેકનીક ઇન્સ્ટિટયૂટ દ્વારા ટેકનો સ્પાર્ક 2025નું આયોજન કરવામાં આવ્યું છે.500થી વધુ વિદ્યાર્થીઓએ ટેકનો સ્પાર્ક ઇવેન્ટમાં ભાગ લીધો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ એવી રીતે બે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ લુડો ગેમ, રોબોટિક, પબજી ગેમ, સોફ્ટવેર ડબિંગ, કેન્વા સહિતની અનેક કૃતિ રજૂ કરી હતી. 30 જેટલા પોલિટેકનિકના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ટેકનો સ્પાર્કને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ગુજરાતની અલગ અલગ કોલેજો માંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
અભ્યાસ ક્રમમાં શીખેલું પ્રેક્ટીકલમાં ક્ધવર્ટ કરતા શીખવું જોઈએ: જોમન થોમનના
અબતક સાથેની વાતચીતમાં જોમન થોમનનાએ જણાવ્યું હતું કે, ક્રાઈસ્ટ પોલીટેકનીક ઇન્સ્ટિટયૂટ દ્વારા ટેકનો સ્પાર્ક 2025નું આયોજન કરવામાં આવ્યું છે. છેલા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે. ગુજરાતના એન્જિનિયરિંગ કોલેજ માંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે. 500 થી વધુ વિદ્યાર્થીઓએ ટેકનો સ્પાર્કમાં ભાગ લીધો છે. છેલ્લા બે મહિનાથી પોલિટેકનિકના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ટેકનો સ્પાર્કને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અભ્યાસ કરીએ છીએ તે પ્રેક્ટીકલમાં ક્ધવર્ટ કરતા શીખવું જોઈએ. તો જ નોલેજ ક્રિએટ થાય.
વિદ્યાર્થીઓને ખૂબ જ સારી તક મળી છે: જેમનભાઈ પટેલ
અબતક સાથેની વાતચીતમાં જેમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ક્રાઈસ્ટ કોલેજ દ્વારા ખૂબ જ સારી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ખૂબ જ સારી તક મળી છે.ટેકનો સ્પાર્ક ઇવેન્ટી વિદ્યાર્થીઓને નોલેજને પ્રેક્ટીકલમાં કઈ રીતે ક્ધવર્ટ કરવું તે શીખવે છે. ઇવેન્ટથી વિદ્યાર્થીઓના ઘણા બધા ડાઉટસ ક્લિયર થાય છે.