- 20 વર્ષ પહેલાના હાઈપ્રોફાઈલ કેસ
- વર્ષ 2000માં રૂ.20 કરોડની ખંડણી માંગવામાં આવી, ત્રણ કરોડ નક્કી કર્યા અને દોઢ કરોડ ચૂકવવામાં આવ્યા
- માલવયા નગર પોલીસે 47 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, રાજશી મેર અને આસિફ રજાખાન ઉર્ફે રાજનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ’તું, કેસ ચાલતા સમયે 11 શખ્સો મૃત્યુ પામ્યા: પાંચ ભાગેલું
- મુખ્ય ચાર્જશીટ બાદ તબક્કા વાર 8 સપ્લીમેન્ટરી ચાર્જ સીટ રજૂ કરવામાં આવી, 25 વર્ષમાં કેસની સુનાવણીમાં પાંચ જિલ્લા સરકારી વકીલ , કોર્ટે બદલાય : અધિક સેશન્સ જજ ડી એસ સિંધ
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર અને 20 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મામલે પરેશ અને ભાસ્કરનું અપહરણના ગુનાનો કેસની સુનાવણી પૂર્ણ થતાં અદાલત ગમે તે ઘડી એ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.વધુ વિગત મુજબ દુબઈ સ્થીત માફીયા ગેંગ સાથે પુર્વયોજીત કાવતરુ રચી ભારત મુફતી ગેંગના માણસો ધ્વારા પુર્વયોજીત કાવતરુ રચી શહેરના યાજ્ઞિક રોડ નજીક આવેલા યુરોપિયન જીમખાના પાસેથી તા.12/11/2000 ના રાત્રિના 2:45 કલાકે પરેશ-ભાસ્કરનુ રીવોલ્વર, પીસ્તોલ જેવા હથિયારો બતાવી કારમા અપહરણ કરી જુનાગઢ સ્થિત પોલ્ટ્રી ફાર્મ અને ત્યાંથી વિસાવદર સતારભાઈ ના ડેલામા ત્યાથી અમરેલી તેજશ ડેરના મકાનમાં ત્યાથી ચાવંડ ગામમાં ભુપત કનારાના મકાનમા ત્યાથી રાજપીપળા લેનીન ઉર્ફે પેરૂ વસાવાના મકાનમા ત્યાથી થવા ફડીયા મુકામે ધર્મેન્દ્ર વસાવાના મકાનમા ત્યાથી દિલ્હી મુકામે બંધક રાખી વાલીયા તાલુકાના થવા ફડીયાના ધર્મેન્દ્રસીહ વસાવાના મકાનમાથી પરેશ શાહને ઓપરેશન કરી મુક્ત કરાવેલ ત્યારે આરોપી રાજસી હાથીયા મેરએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરતા તેનુ મૃત્યુ નીપજેલું અને જ્યારે સરધાર નજીક આસિફ રજાકાનું રૂપે રાજન નું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.ભાસ્કરને ગોંધી રાખી ભાસ્કરના પીતા પ્રભુદાસભાઈ નો ફોન ધ્વારા સંર્પક કરી 20 કરોડની ખંડણી માગેલી જેમાથી 3 કરોડ નકકી કરવામા આવેલી જેમાથી દોઢ કરોડ મેળવી ભાસ્કરના શરીર પરના 1 લાખના દાગીના ની લુટ કરી દિલ્હીથી મુક્ત કરેલો અને પરેશ અટકાયતમા હતો દરમીયાન તેના ભાઈ ચંદ્દેશ લીલાધર શાહનો ફોન ધ્વારા સંપર્ક કરી રૂપીયા એક કરોડ ની ખંડણી મેળવેલી તે નાણાનો ત્રાસવાદી સંગઠન ” જૈસ-એ મહમદ ” ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમાર રહે. લંડન (યુ.કે.) ને તેની ત્રાસવાદી પ્રવૃતી ભારતમા વ્યવસ્થીત ચલાવવા પૈસાની જરૂરીયાત પડે તે માટે આફતાબ અંસારી પાસે થી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસા માથી આપવામા આવેલી હતી. ભાસ્કર-પરેશને ઘેનની દવા પીવડાવી માર મારી ગોંધી રાખી વિશાલ માડમ-જામનગર, રાજેન્દ્ર અનડકટ-દુબઈ, ફઝલ-ઉર-રહેમાન-દુભાઈ, આફતાબ-દુબઈ, ભોગીલાલ દરજી-દુબઈ, નીતીન દરજી-દુબઈ, મહેલ તુષાર શાહ-લંડલ (યુ.કે.) ના અગાઉ થી ઘડાયેલા નેટવર્ક અને કાવતરાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કરવા સબંધે માલવીયા નગરમા નોંધાયેલી ફરીયાદના કામે પોલીસે તપાસના અંતે ઈ.પી.કો.કલમ-364 (એ), 395, 342, 344, 395, 397, 120 (બી), 121, 121 (એ), 122, 124 (એ), 34, 114, 188 તથા આર્મસ એકટ કલમ 25 (1) (એએ) તથા ફોરેનર્સ એકટ કલમ 14 અન્વયે જે રીતે પકડતા ગયેલ તે રીતે મુખ્ય ચાર્જસીટ તથા 8 સપ્લીમેન્ટરી ચાર્જસીટના કામે
આરોપીઓ ધમેન્દ્ર રૂપસીહ વસાવા, ઈનાયત દાઉદ પટેલ ,અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ,મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ ,વિશાલ વલ્લભભાઈ માડમ , કિશોર માધવજીભાઈ વેગડા, દિગ્વીજયસીહ પરબતસીહ રાણા,જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ , મેહુલ ઉમેશભાઈ પાઉં, રાજેન્દ્ર વજલાલ ઉનડકટ, શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી ,શૈલેન્દર અંતરસીંગ જોટ, દિલીપ અમૃતભાઈ પટેલ રાજુ ઉર્ફે રૂપમ કાન્તીભાઈ પોપટ, સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જોટ , પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જોટ , સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ, હિતેશ હરભમભાઈ સીસોદીયા, નીતીનકુમાર ઉર્ફે મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ, ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી,બીજમોહન હનુમાનરાય શર્મા ,ફજલ રહેમાન ઉર્ફે ફજલું ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડોકટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર શેખ, મહમદ સીદીક સમેજા, ભાવીન કિરીટભાઈ વ્યાસ, મહમદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા, આનંદ ઘેલુભાઈ ઈરફાન અકીલભાઈ શેખ ,ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ, તેજશ રાણાભાઈ ડેર, ભલાભાઈ કચરાભાઈ નારીયા, ક્રિનવ રમેશભાઈ ચૌધરી, રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી ,મનોજ પ્રવીણભાઈ સંખાવરા, આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી, જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન ,ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી , દિપક નાગેશ્વર મંડલ ,સચીન વલ્લભભાઈ માડમ , અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મારૂ, શાંતીલાલ ડાયાભાઈ વસાવા, લેનીન ઉર્ફે પેરૂ અર્જુનભાઈ વસાવા, દિનેશ ચતુરભાઈ વસાવા, સવા દેવાયતભાઈ કાનગડ, કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ , મનોજ હરભમભાઈ સીસોદીયા, જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ અને ભુપત સામતભાઈ કનારા નાઓ વિરૂધ્ધ ફરીયાદી પરેશ લીલાધર શાહે આપેલ ફરીયાદ ના તપાસના અંતે ચાર્જસીટો અદાલતમા રજુ કરવામાં આવેલ હતા. આરોપીઓ વિરૂધ્ધ તબક્કા વાર ચાર્જસીટો રજુ કરવામા આવતા તેમ તેમ કેસ કમીટ થતા ગયેલ જેમા પ્રથમ કેસ વર્ષ 2003માં અને છેલ્લો કેસ વર્ષ2019 સુધી માં કુલ-9 સેસન્સ કેસ નંબર રજીસ્ટર થયેલા જેને કોન્સોલીડેટ કરી તમામ કેસો સાથે કરવામા આવેલા બાદ એડી. સેસન્સ જજ ડી.એસ.સીધ ની કોર્ટમા ટ્રાન્સફર કરવામા આવતા તા.02/07/2024 ના પુરાવો નોંધવાનુ શરૂ કરી તા.18/12/2024 ના પુરાવો પુર્ણ કરી આરોપીઓનુ એફ.એસ. બાદ તમામ પક્ષેની દલીલો સાંભળી તા.31/12/2024 ના રોજ આખરી ચુકાદા માટે કેસ મુકરર કરવામા આવેલો
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષેથી 333 ચાર્જસીટના સાહેદો ઉપરાંત 34 સાહેદોને ચાર્જસીટ થી બહારના એડીશ્નલ સાહેદો સરકાર તરફે થી તપાસવાના હોય જે એ રીતેના 367 સાક્ષી માથી કુલ 56 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવો રજુ કરી સરકારપક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોવાથી આરોપીઓને મહતમ સજા કરવા લંબાણપુર્વકની દલીલો કરવામા આવેલી જેમા આરોપીઓ પક્ષે થી દલીલો કરવામા આવેલ કે આરોપીઓ સામેના તહોમત મુજબ નો પુરાવો રેકર્ડપર લાવી આરોપીઓ વિરૂધ્ધનુ તહોમત સરકારપક્ષ પુરવાર કરવામા સદંતર નીષ્ફળ નીવડેલ છે જેનુ અપહરણ થયેલ તે ભાસ્કર-પરેશ પણ કોઈ આરોપીઓને ઓળખી બતાવતા નથી મોટા ભાગના પોલીસ સાક્ષીઓ તથા ઓળખ પરેડ કરાવનાર મામલતદાર સહીતનાઓ પણ આરોપીઓને ઓળખી શકેલ નથી યુરોપીયન જીમખાના પાસે થી બંનેનુ અપહરણ થયાનુ પુરવાર થતુ નથી જેની પાસે ખંડણી મંગાયેલ તે પભુદાસભાઈ પારેખને તપાસવામા આવેલ નથી બનાવના મુખ્ય સાહેદ જે તે વખતના પોલીસ કમીશ્નર સુધીરકુમાર સીન્હા , નાયબ પોલીસ કમીશ્નર અરૂણકુમાર શર્મા અને મદદનીસ પોલીસ કમીશ્નર એન.કે.ગોહીલને પણ તપાસવામાં આવેલ નથી તેમજ જે પોલીસ સાહેદો ધ્વારા વિટનેસ બોકસમાથી જે આરોપીઓને ઓળખવા કોશીષ કરેલ છે તેમા ખોટા વ્યકિતને આરોપી તરીકે ઓળખી બતાવે છે, આરોપીઓએ પ્રોસીક્યુશનના કેસમા માત્ર શંકા જ ઉપસ્થીત કરવાની છે જેથી આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવા લંબાણ પુર્વકની દલીલો કરવામા આવી હતી.બંને પક્ષેની રજુઆતો રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લઈ એડી. સેસન્સ જજ ડી.એસ.સિંઘ ઉપરોક્ત કેસમા આરોપીઓ તરફે રાજકોટના નામંક્તિ એડવોકેટો લલીતસીહ શાહી, પી.એમ.શાહ, સુરેશ ફળદુ, કે.એન.શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી.ગોગીયા, કીરીટ નકુમ, હેમાંશુ પારેખ, બી.જે.બોરીચા, ભુવનેશ શાહી, કૃણાલશાહી, સી.એમ.દક્ષીણી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાતરા, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીજ્ઞેશ શાહ, પીયુષ કારીયા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ વિગેરે રોકાયેલ છે.