સરકારી શાળાઓમાં વેકેશન દરમિયાન કેન્દ્રોમાં પણ રજા, 6 જૂને કેન્દ્રો પુન: શરૂ થશે : રજા દરમિયાન રીનોવેશનની કામગીરી પણ કરી લેવાશે
જિલ્લાના તમામ 883 મધ્યાહન કેન્દ્રોમાં 30મીથી બંધ થવાના છે. સરકારી શાળાઓમાં વેકેશન દરમિયાન કેન્દ્રોમાં પણ રજા જાહેર કરાઈ છે. હવે 6 જૂને કેન્દ્રો પુન: શરૂ થશે. રજા દરમિયાન રીનોવેશનની કામગીરી પણ કરી લેવાશે તેવું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં 883 જેટલા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા સરકારી શાળાના બાળકોને મધ્યાહન ભોજન પુરુ પાડવામાં આવે છે. અંદાજે સવા લાખ જેટલા બાળકોને સરકારની મધ્યાહન ભોજન યોજનાનો લાભ મળે છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ મધ્યાહન કેન્દ્રો 30મી એપ્રિલથી બંધ કરવામાં આવશે.
સરકારી શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવતા મધ્યાહન ભોજનના કેન્દ્રો માટે પણ રજા જાહેર કરવામાં આવી છે. બાદમાં સરકારી શાળાઓ શરૂ થતાં 6 જૂને મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર આ કેન્દ્રોમાં રજાના દિવસો દરમિયાન જરૂર પડ્યે ત્યાં રીનોવેશનની કામગીરી પણ કરવામાં આવશે.