બધા આઇટીઆર ફોર્મ્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in પર ભરવા પડશે
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિફાઇ થયાના એક મહિનાથી વધુ સમય પછી ઇ-ફાઇલિંગ માટેના તમામ 7 આઇટીઆર ફોર્મ્સ લોન્ચ કરીને તેમને એક્ટિવેટ કરી દીધા છે. આ સાથે ટેક્સપેયર્સ માટે ટેક્સ ફાઇલિંગ વધુ સરળ બની ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ ગઇ 5 એપ્રિલે એસેસમેન્ટ ઇયર 2018-19 માટે નવા ઇન્કમ ટેક્સ રીટર્ન ફોર્મ્સ નોટિફાય કર્યા હતા.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યુ થયેલા એક નિવેદન અનુસાર, એસેસમેન્ટ ઇયર 2018-19 માટે બધા આઇટીઆર ફોર્મ હવે ઇ-ફાઇલિંગ માટે ઉપલબ્ધ છે.’ ટેક્સ ડિપાર્ટમેન્ટ 5 એપ્રિલ પછી એક પછી એક આઇટીઆર ફોર્મ લોન્ચ કરી રહ્યું છે. તેનાથી કરદાતાને 31 જુલાઇની ડેડલાઇન પહેલા રીટર્ન ફાઇલ કરવાનું સરળ બનવાની આશા છે.
નવા આઇટીઆર ફોર્મ્સમાં પગારદાર વર્ગ માટે પોતાના સેલેરી બ્રેક-અપ અને વેપારીઓ માટે જીએસટીનંબર તથા ટર્નઓવર જણાવવો આવશ્યક છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com