જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના પ્રયાસોથી હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય સેવા સઘન બનશે
રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવામાં સુધારા થઈ રહ્યા છે ત્યારે યંગ ઇન્ડિયા ચેપ્ટર દ્વારા જિલ્લાના 64 આરોગ્ય કેન્દ્રને આધુનિક ઇસીજી મશીન આપવામાં આવી રહ્યા છે આ આધુનિક મશીન દ્વારા દરેક કેન્દ્રમાં મોટી હોસ્પિટલોમાં થતા ઇસીજી સરળતાથી કરી શકાશે.
રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને યંગ ઇન્ડિયન રાજકોટ ચેપ્ટર આ મશીનો આપી રહ્યું છે. મશીન સાથે સાથે તાલિમ અને નિષ્ણાંત તબિબોની સેવાઓ પણ મળશે. આમ રાજકોટ જિલ્લો રાજ્યનો પ્રથમ એવો જિલ્લો બનશે કે જ્યાં બધા જ પીએચસી કેન્દ્રો ઉપર ઇસીજીની સુવિધા મળશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે આ આધુનિક ઇસીજી મશીન કોમ્પ્યુટરના માઉસ જેવડા છે. અને તેનાથી સ્માર્ટ મોબાઈલ કનેક્ટ કરી ઇસીજી જોઈ શકાય છે દર્દીનો રિપોર્ટ જાણી શકાય છે. આ આધુનિક ઇસીજક મશીનો આપવા ઉપરાંત સ્ટાફને તાલીમ પણ આપવામાં આવનાર છે ટૂંક સમયમાંરાજ્કોટ જિલ્લાના પીએચસી કક્ષાના આરોગ્ય કેન્દ્ર ઉપર ઇસીજી સુવિધા મળી રહેશે ઇસીજી ના આધારે હાર્ટ એટેક અને અન્ય હાર્ટના નિદાન થઈ શકે છે.
નવા મશીનની સાઈઝ કોમ્પ્યુટરના માઉસ જેટલી! આ નવા ઇસીજી મશીનની સાઇઝ કમ્પ્યુટરના માઉસ જેટલી છે. અત્યાધુનિક ઇસીજી મશીનથી હાર્ટ અંગેની બીમારીનો અણસાર મેળવી શકાશે. ઇસીજીનો રિપોર્ટ મોબાઈલ ઉપર અને વોટ્સએપમાં મોકલી શકાશે. અને દર્દીઓ તેને ડાઉનલોડ કરી જોઈ પણ શકશે. તમામ પીએચસી ઉપર ઇસીજી મશીન ધરાવતો રાજકોટ એકમાત્ર જિલ્લો બનશે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા આરોગ્ય સેવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા અનેક નિર્ણયો ભૂતકાળમાં લેવામાં આવ્યા છે. જેને પગલે રાજકોટ જિલ્લાની આરોગ્ય સેવામાં અનેક સુધારાઓ આવ્યા છે. હવે રાજકોટ જિલ્લો રાજ્યનો પ્રથમ એવો જિલ્લો બનશે કે જેમાં તમામ પીએચસી કેન્દ્રો ઇસીજીથી સજ્જ હશે.