આજી ડેમ 0.25 મીટરે ઓવરફલો: ન્યારી-1 ડેમના બે દરવાજા 0.3 મીટર ખુલ્લા
સૌરાષ્ટ્રમાં મધરાત્રે પડેલા અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થવા પામી છે. આજે વહેલી સવારે ભાદર ડેમના તમામ 29 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. પ્રતિ સેક્ધડ 51383 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લામાં ગત મધરાત્રે પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાના કારણે ડેમના તમામ 29 દરવાજા 1.8 મીટર અર્થાત 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. પ્રતિ સેક્ધડ 57383 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હેઠવાસના 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભાદર-2 ડેમના 10 દરવાજા દોઢ મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
આજી-3ના 7 દરવાજા 1.08 મીટર, મોજના 17 દરવાજા 1.02 મીટર, વેણુ-2 ડેમના 4 દરવાજા, કર્ણુકીના 2 ગેટ, ન્યારી-1 ડેમના 2 દરવાજા, આજી-2 ડેમના 8 દરવાજા, મોતીસર ડેમના 2 દરવાજા, છાપરવાડી-2ના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજી-1 ડેમના 0.25 મીટરે ઓવરફલો થઈ રહ્યાં છે. જામનગર જિલ્લાના પન્ના, વીજરખી, ઉંડ-1, ઉમીયા સાગર, કંકાવટી, રંગમતી, વર્તુ-2, ફુલઝર કોબા, આજી-4, ફોફળ-2, સપડા, સોનમતી, વેરાડી-1, વાડીસંગ, રૂપાવટી, ઉંડ-3, સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિવેણી ઠાંગા, વેરડી-2, મચ્છુ-3 અને બ્રાહ્મણી-2 ડેમ ઓવરફલો થઈ રહ્યો છે.
આ જળાશયો છલકાય રહ્યાં છે
ભાદર | છાપરવાડી-2 | ઉંડ-1,ઉંડ-2 |
મોજ | ભાદર-2 | કંકાવટી |
ફોફળ | કર્ણુકી | વાડીસંગ |
વેણુ-2 | ડેમી-1 | ફુલઝર |
આજી-1 | બંગાવાડી | રૂપાવટી |
આજી-2 | ડેમી-3 | રૂપારેલ |
આજી-3 | સસોઈ | ઉમીયા સાગર |
સોડવદર | પન્ના | સસોઈ-2 |
વાછપરી | ફુલઝર-1 | વર્તુ-1 |
વેરી | સપડા | વર્તુ-2 |
ન્યારી-1 | ફુલઝર-2 | સોનમતી |
ન્યારી-2 | વીજરખી | વેરાડી-1 |
મોતીસર | ડાઈમીણસર | કાબરકા |
ખોડાપીપર | ફોફળ-2 | વેરાડી-2 |
લાલપરી | ઉંડ-3 | ત્રિવેણી ઠાંકા |
છાપરવાડી-1 | રંગમતી | સોરઠી |