નવા માળખામાં યુવાનો અને પીઢ કોંગ્રેસી અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:સંજય અજુડિયા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ તમામ 18 વોર્ડના પ્રમુખોની નિમણુક કરવામાં આવી છે. 9 વોર્ડ પ્રમુખો રીપીટ કરવામાં આવ્યા છે.જયારે 9 નવા ચહેરાને જવાબદારી સોપવામાં આવી છે. વોર્ડ નં. 1ના પ્રમુખ તરીકે કલ્પેશભાઈ સાદરાણી,વોર્ડ નં. 2 દેવેન્દ્રસિંહ રાણા,વોર્ડ નં. 3મા વજુભાઈ છૈયા, વોર્ડ નં. 4 કલ્પેશ પીપળીયા,વોર્ડ નં. 5 દિપક મકવાણા,વોર્ડ નં. 6 શૈલેશ સાકરિયા,વોર્ડ નં. 7માં જીજ્ઞેશ ડોડીયા, વોર્ડ નં. 8માં પાર્થભાઈ બગડા,વોર્ડ નં. 9માં ગીરીશ ઘરસંડિયા વોર્ડ નં. 10માં જગદીશ ડોડીયા, વોર્ડ નં. 11માં કેતનભાઈ તાળા, વોર્ડ નં. 12માં સુજીતકુમાર મણવર,વોર્ડ નં. 13માં વિજયસિંહ જાડેજા,વોર્ડ નં. 14માં બીજલભાઈ ચાવડીયા,વોર્ડ નં. 15માં વાસુદેવ ભંભાણી,વોર્ડ નં. 16માં હિતેશ ત્રિવેદી વોર્ડ નં. 17માં પ્રહલાદસિંહ ઝાલા અને વોર્ડ નં. 18ના પ્રમુખ તરીકે દિપકભાઈ ઘવાની વરણી કરવામાં આવે છે.