રાજકોટ અજરામર જૈન સંઘના સેવાભાવી ટ્રસ્ટી ઉદારદિલા દાતા,ધમોનુરાગી અલ્કેશભાઈ ગોસલીયાનું અવસાન થતા જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.
અલ્કેશભાઈ ગોસલીયા સદા સેવા અને વૈયાવચ્ચમાં અગ્રેસર રહેતા.તેઓની ગોંડલ રોડ ઉપર આવેલ ફેક્ટરીમાં જૈન સમાજના ચારેય ફિરકાઓના પૂ.સાધુ – સાધ્વીજીઓ સ્થિરતા કરતાં. અહોભાવપૂવેક ગોસલીયા પરિવાર સેવા – વૈયાવચ્ચનો લાભ લઈ ધન્યતા અનુભવતા.
ગોંડલ સંપ્રદાયના પૂ.ગિરીશચંદ્રજી મ.સા. તથા અજરામર સંપ્રદાયના પૂ.ડો. નિરંજન મુનિ મ.સા.સાથે તેઓને આત્મિય નાતો હતો. છેલ્લે પૂ.ડો. નિરંજન મુનિ મ.સા.આદિ સંતો રાજકોટ પધારેલ ત્યારે અલ્કેશભાઈએ ખૂબ સારો લાભ લીધેલ. શેઠ ઉપાશ્રય હોય કે અજરામર સંઘ ગોસલીયા પરિવાર તન – મન – ધનથી સહયોગ પ્રદાન કરે.
મધુભાઈ ખંધારે જણાવ્યું કે અજરામર સંઘની ઉછામણીમાં અલ્કેશભાઈ બોલી બોલવામાં સૌથી મોખરે હોય.એડવોકેટ કમલેશભાઈ શાહે જણાવ્યું કે સાધર્મિક ભક્તિ હોય કે જૈન શાળાના બાળકોનો કાયેક્રમ હોય અલ્કેશભાઈ ગોસલીયા પરિવારનું યોગદાન અચૂક હોય જ.
મનોજ ડેલીવાળા તથા શૈલેષભાઈ માઉંએ જણાવ્યું કે ગત વર્ષે લોક ડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ પરિવારોને ખૂબ જ મદદરૂપ બનેલ.સાધર્મિક પરિવારોના બેંક ખાતામાં ડાયરેક્ટર રકમ જમા કરાવી સહાયરૂપ બનેલ. ગત રાત્રે આવા રૂડા આત્માની અચાનક વિદાયથી જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે.
સ્વર્ગસ્થ અલ્કેશભાઈનો આત્મા જયાં પણ બીરાજમાન હોય ત્યાં ચિર : શાંતિ સમાધિને પ્રાપ્ત કરી શીઘ્રાતિ શીઘ્ર શાશ્વત સુખોને પામે તેવી દેવાધિદેવને પ્રાથેના.