યા હુ…. ચાહે મુજે કોઈ જંગલી કહે….

તેમની અભિનય કલાની આગવી સ્ટાઈલે રફીના ગીતો હિટ કર્યા હતા ‘બ્રહ્મચારી’ અને વિધાતા ફિલ્મ માટે એવોર્ડ મળ્યા હતા તેમને કોમ્પ્યુટરનો બહુજ શોખ હતો: ઈન્ટરનેટ વપરાશકર્તાની સંસ્થા પણ સ્થાપી હતી શેષ જીવન ગંગાકિનારે હરદ્વારમાં વિતાવ્યું હતું

મહાન કલાકાર પૃથ્વીરાજકપૂરનાં ત્રણ પુત્રોમાં રાજકપૂર-શમ્મીકપૂર અને શશીકપૂર, હિન્દી ફિલ્મ જગતમાં પિતાના પગલે ચાલીને સારી ચાહના મેળવી હતી. કપૂર ખાનદાનમાં લગભગ બધા કલાકારો થયા, તેમના પુત્રો પણ કલાકારો થયા આ બધામાં પોતાના બળ ઉપર મહેનત કરીને ઉછળકુદની આગવી ડાન્સ સ્ટાઈલથી શમ્મી કપૂર નામ ગુંજતું કર્યું છે. ‘યાહુ… ચાહે કોઈ મુજે જંગલી કહે’ જેવા હીટથી તે જયાં જતા ત્યાં ‘યાહુ’ના અવાજો કરતા હતા. તેમણે પોતાનું શેષ જીવન ગંગાકિનારે હરદ્વારમાં વિતાવ્યું હતુ. એક જમાનો હતો ત્યારે વરસમાં બે ત્રણ ફિલ્મો આવતી અને તે બધી હીટ થઈ જતી. તેમની અભિનયકલાની આગવી સ્ટાઈલ સાથે ગીતોમાં તેમનું બોડી લેંગ્વેજને કારણે તેમની ફિલ્મોને ચાર ચાંદ લાગી જતા હતા તીસરી મંજીલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

શમ્મી કપૂરનું મૂળ નામ શમશેર હતુ. તેમનો જન્મ ૨૧ ઓકટોબર ૧૯૭૧માં મુંબઈ ખાતે થયો હતો. ૭૯ વર્ષે ૧૪ ઓગષ્ટ ૨૦૧૧ના રોજ તેમનું અવસાન થયું હતુ. તેમની કારકીર્દીનાં સક્રિય વર્ષો ૧૯૪૮થી ૨૦૧૧ રહ્યા હતા પ્રથમ પત્ની ગીતાબાલી હતી તેનાં ૧૯૬૫માં અવસાન થયા બાદ નીલાદેવી સાથે લગ્ન કર્યા હતા. શમ્મી કપૂરે ૧૯૫૩માં જીવનજયોતી ફિલ્મથી શરૂઆત કરી હતી કેટલીક ફલોપ ફિલ્મો બાદ ૧૯૫૭માં ‘તુમસા નહી દેખા-ફિલ્મથી તેમની ચડતી થઈ હતી. જેમાં તેણે સ્ટાઈલીશ પ્લેબોય અને એક ડાન્સીંગ હિરોની શકિત બતાવી હતી. બોલીવુડમાં એક દુર્લભ પ્રકારની છબી ઉપસાવી હતી.

બાદમાં દિલ દેકે દેખો (૧૯૫૯) જંગલી (૧૯૬૧), પ્રોફેસર (૧૯૬૨), કાશ્મીર કીકલી (૧૯૬૪)તીસરીમંજીલ (૧૯૬૨), પછી તો બ્રહ્મચારી, અને ઈવનીંગ ઈન પેરીસ, પ્રિન્સ અંદાજ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું તેમને માટે મોટાભાગે મંહમદ રફીએ ગીતો ગાયા હતા શમ્મીકપૂર પણ કહેતા કે રફી સાહેબ મારા આત્માનો અવાજ છે. ૧૯૭૦ પછી તેના વજનવધારાના કારણે ફિલ્મો ઓછી મળવા લાગી ને બહુજ ઓછી ફિલ્મોમાં તે જોવા મળતા હતા.

શમ્મીકપૂરે ૧૯૫૫માં અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. તેને એક પુત્ર પુત્રી હતા બહુ ઓછાને ખબર હશે કે અભિનેત્રી ગાયીકા સલમા આગાના કાકા થાય છે. શમ્મીકપૂરે પ્રારંભે પૃથ્વી થીયેટર્સમાં પણ કામ કર્યું હતુ. તેમની પહેલી ફિલ્મની હિરોઈન ચાંદ ઉસ્માની હતી પ્રારંભની તેમની ફિલ્મોમાં રેલકા ડિબ્બા (૧૯૫૩) નકાબ (૧૯૫૫), જેવી ફિલ્મોમાં મધુબાલા સાથે, લૈલામજનુમાં નુતન અને ‘ઠોકર’માં રયામા સાથે હિરો તરીકે કામ કર્યું હતુ. બાદમાં નલીની જયવંત, સુરૈયા, મિનાકુમારી, સાથે ઘણી ફિલ્મોમાં હમ સબ ચોર હૈ, મેમ સાહબ, મિર્ઝા સાહિબાન જેવી ફિલ્મો કરી પણ તેમને ધારી સફળતા ન મળી હતી.ફિલ્મીસ્તાનના બેનર તળે તુમસા નહી દેખા’ અસલ શમ્મીકપૂર જામી ગયો. પછી તો ૧૯૬૦ના દશકામાં આશાપારેખ, સાયરાબાનું શર્મિલા ટાગોર, સાધના જેવી ખ્યાતનામ હિરોઈન સાથે હિટ ફિલ્મો કરીને ‘જંગલી’ બાદ તો ફિલ્મ જગતમાં શમ્મીકપૂર છવાય ગયા. ૧૯૬૦નાં પ્રારંભે કોલેજગર્લ, બસંત, બોયફ્રેન્ડ, સિંગાપૂર, પ્યાર કિયાતો ડરનાકિયા, કાશ્મીરકી કલી, જાનવર,ઉજાલા, લ્લફ માસ્ટર જેવી ફિલ્મોને પોતાના અભિનયથી હિટ બનાવી હતી.

૧૯૬૯ ‘બ્રહ્મચારી’ ફિલ્મમાં અભિનય બદલ તેમને પહેલો શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો ૧૯૫૦થી ૧૯૭૦ સુધીમાં હિન્દી ફિલ્મ જગતમાં તે એક માત્ર નૃત્ય નાયક હતા. શમ્મીકપૂર પોતાના ગીતમાં પોતાની સ્ટાઈલથી નાચતા તેને માટે કોરીયોગ્રાફરની જરૂરત ન રહેતી. પદ્મીની સાથે સિગાપૂર ફિલ્મ કરી હતી ૧૯૭૦ની શરૂઆતમાં તેમની કેટલીક ફિલ્મો ફેલ રહી જેમાં પ્રીતમ, જર્વા મ્હોબત મુખ્ય હતી તેમના વધતા વજનને કારણે ફિલ્મમાં રોમેન્ટિક નાયકની ભૂમિકા ભગજવવા તકલીફ પડતી હતી. આમ છતા પણ બાદમાં અંદાજ (૧૯૭૧) છોટે સરકાર (૧૯૭૪)જે તેમની છેલ્લી ફિલ્મ હતી.

ફિલ્મ ‘વિધાતા’માં દિલીપકૂમાર સાથે તેમનાં મિત્રનો ઉમદારોલ કર્યો હતો. ૧૯૭૪માં મનોરંજન, બંડલ બાજ (૧૯૭૬)માં પણ કરી પણ બધી બોકસ ઓફીસ ઉપર ફેલ ગઈ હતી. ૧૯૮૨માં ‘વિધાતા’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મ ફેર મળ્યો હતો. ૧૯૯૦માં શમ્મીકપૂરે ટીવી સિરીયલ ‘ચેતન’ તથા શિકસ્તમાં પણ કામ કર્યું હુ ૨૦૦૦ પછી પણ શમ્મીજી એ જાનમ સમજા કરો, દેવઆનંદની સેંસરને છેલ્લે ૨૦૦૬માં ‘સેંડવીચ’ ફિલ્મમાં કામ કર્યું હતુ.નિર્માતા-નિર્દેશક શકિત સામંત સાથે હિટ છ ફિલ્મો કરી હતી જેમાં ચાયના ટાઉન, કાશ્મીર કી કલી, પગલા કહીકા, સિંગાપૂર તેમજ એન ઈવનિંગ ઈન પેરીસ જેવી ફિલ્મો સામેલ છે. શમ્મીકપૂરે બીજા લગ્ન ગુજરાતના ભાવનગર સ્ટેટના રાજવી પરિવારની નિલાદેવી સાથે કર્યા હતા.શમ્મીકપૂરને કોમ્પ્યુટરનો ગાંડો શોખ હતો. તે કલાકો સુધી ઈન્ટરનેટ ઉપર સર્ચીંગ કરતા હતા તે ભારતનાં ઈન્ટરનેટ ઉપયોગ કર્તા સમુદાયના સંસ્થાપક અને ચેરમેન હતા. તેમણે વૈશ્ર્વિક સંગઠનની સ્થાપના કરવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ૧૯૯૫ તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, ૨૦૦૨માં આઈફા એવોર્ડ મળ્યો હતો. તેમણે ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમની બ્રહ્મચારી અને વિધાતા શ્રેષ્ઠ ફિલ્મો હતી તેમના પુત્ર આદિત્ય રાજકપૂરે પણ ફિલ્મ અને નિર્માણ ક્ષેત્રે ઝુકાવ્યું પણ બહુ સફળતા ન મળી.

તે ભારતીય ફિલ્મ જગતનાં ‘એલ્વિસ પ્રેસ્લી’ તરીકે જાણીતા થયા હતા શમ્મીકપૂરને અમિતાભ બચ્ચન પસંદ હતા. હિરોઈનમાં રાજની,શર્મિલા ટાગોર અને આશા પારેખ પસંદ હતી. તેમને ગમતી ફિલ્મોમાં ‘તુમસા નહી દેખા’ હતી. ગાયકોમાં રફીસાહેબને સંગીતકારોમાં ઓ.પી.નૈયર અને શંકર જયકિશન ખૂબજ પસંદ હતા.

શમ્મીકપૂરની આ પસંદ હતી…

અભિનેતામાં… અમિતાભ બચ્ચન

હિરોઈનમાં… રાજશ્રી, શર્મિલા ટૈગોર અને આશા પારેખ

ગમતી ફિલ્મ… તુમસા નહી દેખા

ફેવરીટ સંગીતકાર… ઓ.પી. નૈયર અને શંકર જયકિશન

ફેવરીટ ગાયક… મોહમ્મદ રફી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.