અવકાશીય ઘટના અવાર-નવાર બનતી હોય છે. આ ઘટનાઓ મનુષ્ય નારી આંખે જોઈ શકતા નથી પરંત રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર ,જામજોધપુર અને વંથલી સહિતના સૌરાષ્ટ્ર્ના કેટલાક ગામોમા આકાશમા બલ્બની જેમ ચમકતી લાઈટો દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. શું આ એલિયન હોય શકે ?? કારણ કે આકાશમાં આવો પદાર્થ કારણ વગર તો દેખાઈ શકે નહીં. અચાનક આવું દ્રશ્ય દેખાતા લોકો અચંભામાં મુકાઈ ગયા છે. ધોરાજી – ઉપલેટા વચ્ચે તો ધડાકો પણ સંભળાયો હતો, બીજીતરફ આકાશમાં અચાનક લાઈટ જેમ કઇંક ઝળહળતા અનેક લોકોમાં તર્ક-વિતર્કનો માહોલ સર્જાયો હતો. આ અવકાશી પદાર્થને જોયા બાદ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. લોકો અગાસીએ ચડી ગયા હતા અને આકાશી નજારાને જોઈને અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું.
હાલ તો આ ઘટના ચર્ચાનાં ચગડોળે ચડી છે કે આ નજારો ઉપલેટા શહેર તથા સમગ્ર તાલુકામાં આકાશમાં અલગ પ્રકારનો નજારો કેવી રીતે જોવા મળ્યો. ભેદી ધડાકો થયા બાદ આકાશમાં ચમકારા દેખાતા લોકોમા ભય જોવા મળ્યો હતો. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકોએઆ દ્રશ્યો પોતાનાં મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા. જેની તસ્વીરો અને વીડિયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે.
જો કે આ અંગે હજી સુધી અધિકારીક રીતે કોઇ જ નિવેદન સામે આવ્યું નથી.આ ઘટના પહેલા પણ ગીર સોમનાથ જિલ્લામા અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જેની શાહી સુકાઇ નથી ત્યાં ફરી આવી ઘટના બનતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સંભળાયા હતા. હજી તો એક ઘટનાના ભેદ ઉકેલાયા નથી ત્યાં તો બીજી આવી શંકાસ્પદ ઘટના સામે આવતા લોકોમાં ભય અનુભવી રહ્યા છે.