ચીનના અર્થતંત્રને વેગ આપવા ઇ-કોમર્સ કંપની અલિબાબાનો મહત્વનો ફાળો
સોંધાઇ
ચીનમાં દર વર્ષે ઇન્ટરનેટનો ઉપયોગ અને ઓનલાઇન શોપીંગને લઇ સીંગલ ડે ની ઉજવણી કરાય છે. જેમાં મોટી સંખ્યામાં ઇ-કોમર્સ કંપનીઓ ભાગ લે છે. ત્યારે આ વર્ષે યોજાયેલી આ ઇવેન્ટમાં ઇ-કોમર્સ કંપની અલિબાબાનો જાદુઇ ચિરાગ જોવા મળ્યો હતો. જેમાં ઇવેન્ટની શરુઆત થતા ફકત ત્રણ મીનીટમાં અલીબાબાએ ૧.૫ બીલીયન અમેરિકી ડોલર એટલે કે ‚ા ૧૦ હજાર કરોડનો વેપલો કર્યો હતો. આ સાથે જ આ ચાઇનીઝ ઇકોમર્સ કંપની અલીબાબા વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ બન્યું છે.
આ ઇવેન્ટમાં દરેક ઇ-કોમર્સ કં૫ની પોત-પોતાના ઓનલાઇન વેચાણને લઇ હરીફાઇમાં ઉતરી હતી. અને શુક્રવારની મોડી રાત્રે ભાગ લીધેલ તમામ ઇ-કોમર્સ કંપનીનું વેચાણ ગણવાનું શરુ કર્યુ હતું. જેમાં પ્રથમ નંબરે અલિબાબા કંપની નોધાઇ છે જેણે ગ્રોસ મર્ચન્ટડાઇઝ વોલ્યુમ (જીએમવી) ત્રણ મીનીટમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો વેપલો કર્યો હતો.તો છ મીનીટમાં આ આંકડો ડબલ થઇ ગયો હતો. ગયા વર્ષે યોજાયેલી આ ઇવેન્ટમાં પણ અલીબાબાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું હતું જેમાં તેણે આ સિંગલડે ની ઉજવણીના ૧૭.૭ બીલીયન ડોલરનો વેપાર કર્યો હતો.
ચાઇનીઝ ઇકોનોમી માટેઆ સૌથી મોટી ઇવેન્ટ ગણી શકાય. આલીબાબાના આ પ્રકારના વેપલાથી ચીનમાં અર્થતંત્રને સારો એવો હકારાત્મક વેગ મળ્યો છે. આ ઇવેન્ટમાં ગ્રાહકોએ ફળો, કપડાં, ગ્રોસરી, કોસ્મેટીકસ વગેરે પર વધુ ખર્ચ કરી આ ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદી હતી. જેમાંના એક ગ્રાહકે જણાવ્યું કે, તેણે કપડા ખરીદી માટે ૬૦૦ ડોલર એટલે કે ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચયા હતા આ ઉપરાંત કોસ્મેટીછકસ, ઘરવખરી વગેરેની ખરીદી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યારે લોકોમાં ઓનલાઇન શોપીંગનો ક્રેઝ ચરમસીમાએ છે. જેનો લાભ ઇ-કોમર્સ કંપનીઓને મળી રહ્યો છે. આ સિવાય અવનવી સ્કીમ મૂકીને પણ કંપનીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે. કોઇપણ ઇ-કોમર્સ કંપની ભારે ડિસ્કાઉન્ટ આપીને વેંચાણમાં વધારો કરી શકે છે. આગામી ક્રિસમસના તહેવારના પાંચ દિવસ ૨૫ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન ડીસ્કાઉન્ટ બોનાન્ઝા સ્કીમ આવી રહી છે.