અલીબાબાનો જાદુઇ ચિરાગ…!
૧૧-૧૧ના નામે પ્રખ્યાત અલીબાબાના સેલમાં ધમાકેદાર બિઝનેશ સેલ શરૂ થતાંની પાંચ જ મિનિટમાં ૩ અબજ ડોલરનો સામાન વેચાયો
ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાએ એક જ દિવસના સેલમાં રેકોર્ડબ્રેક વેંચાણ કર્યું છે. ૨૪ કલાકમાં બે લાખ કરોડના માલનું વેચાણ કરતી અલીબાબાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. સેલ શરૂ થતાંની પાંચ જ મિનિટમાં ૩૦૦ અબજ ડોલરનો સામાન વેંચાઈ ગયો હતો.
દર વર્ષે ૧૧મી નવેમ્બરે ૨૪ કલાક માટે અલીબાબા દ્વારા આ સેલ શરૂ કરવામાં આવે છે. જેને ૧૧-૧૧ શોપીંગ ગાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેલમાં સૌથી વધુ કમાણી ઈલેકટ્રોનીક ચીજ-વસ્તુઓની થઈ હતી. જેમાં એમઆઈથી લઈ એપલ સુધીની બ્રાન્ડના મોબાઈલ ફોને આકર્ષણ જમાવ્યું હતું.
આ ઉપરાંત બ્યુટી પ્રોડકટસ, ફૂટવેર, લગેજ અને ઓટો મોબાઈલને લગતી વસ્તુઓનું પણ જંગી વેંચાણ થયુ હતું. અમેરિકામાં બ્લેક ફ્રાઈડે અને સાયબર મનડે જેવા સેલ યોજાતા હોય છે પરંતુ આ સેલમાં અલીબાબાએ તમામ રેકોર્ડબ્રેક કરતા જબરો વેપલો કર્યો છે.
આ સાથે જ વિકસીત વિસ્તારોમાં લોકો નવુ ઘર વસાવતાની સાથે જ તમામ ચીજ-વસ્તુઓની ખરીદી કરે છે ત્યારે બેઈઝીંગ, સંઘાઈ અને ચીનના અનેક વિસ્તારોના લોકો અલીબાબાને પ્રાધાન્યતા આપે છે. જેની સૌથી મોટી અસર ચીનના અર્થતંત્ર ઉપર પડે છે. વેપારમાં ચીન પહેલેથી જ ચપળ રહ્યું છે. ચીની રમકડાથી લઈ ઈલેકટ્રોનીક તેમજ હોમ એપ્લાયન્સીસ સસ્તા ભાવે મળતા વધુ લોકો તેને તરફ આકર્ષાય છે ત્યારે અલીબાબા ઈ-કોમર્સ કંપની અઢળક નફો રળી રહી છે.
અલીબાબાએ માત્ર ચીનમાં જ નહીં પણ અમેરિકા, જાપાન અને જર્મનીમાં પણ ધમાકેદાર બિઝનેશ કર્યો છે. કંપનીના દાવા મુજબ વિશ્વમાં આટલો મોટો શોપીંગ ફેસ્ટીવલ માત્ર અલીબાબા દ્વારા જ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પણ ખરીદદારો અલીબાબા ઉપરથી વસ્તુઓ લેતા થયા છે. ૨૦૦૯માં શરૂ કરાયેલા ૨૪ કલાકના બમ્પર સેલથી આજે અલીબાબા વેપારના તમામ રેકોર્ડબ્રેક કરી રહ્યું છે.
રવિવારના આ સેલમાં નાની ઘરવખરીની ચીજવસ્તુઓ અને કોસ્મેટીકની વસ્તુઓનું વેંચાણ પણ વધ્યું હતું. ઓનલાઈન ખરીદી માટે ભારતની જેમ અનેક કંપનીઓ લોકપ્રિય છે જેમાં જેડી ડોટકોમ અને મોગુજીએનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ચીનની ઈ-કોમર્સ કંપનીએ સીંગલ ડે સેલની શરૂઆતમાં જ ૩૦૦ અબજ ડોલરના સામાનનું વેંચાણ કર્યું હતું અને ત્યારબાદ એક જ કલાકમાં તેમના બિઝનેશે ૧૦ અબજ ડોલર એટલે કે, રૂ.૨૪૦૦ કરોડનો વકરો કર્યો હતો.
દર વર્ષે ભારત સહિત વિશ્વભરના હોલસેલરો અને સામાન્ય લોકો અલીબાબાના સેલની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ સેલમાં જંગી વેંચાણથી વેપાર સફળતાના શીખરો સર કરી રહ્યું છે.