અબતક, જામનગર

જામનગર તાલુકાના અલીયાબાડા ગામે રહેતા એક યુવાને પોલીસના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. ભોગગ્રસ્તના પરીવારે ઉકત બનાવ સંદર્ભે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં ભોગ બનનાર યુવાન પોતે પોલીસના કથિત ત્રાસના દવા પી રહ્યો હોવાનુ ઉચ્ચારણ દર્શાવી વિષપાન કરતો જોવા મળતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલું જામનગર નજીક અલીયા ગામે રહેતા કિશન ભરતભાઇ મકવાણા (ઉ.વ. 22) નામના યુવાને સોમવારે સીમ પંથકમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને ગંભીર હાલતમાં રાત્રે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. જ્યાં તેને સઘન તબીબી સારવાર અપાઇ રહી છે. બીજી બાજુ આ બનાવ સંદર્ભે ભોગગ્રસ્તના પરીવારે એક વિડીયો પણ જાહેર કર્યો છે. જેમાં આ યુવાને વિષપાન વેળાનો મોબાઇલ ફોનમાં વિડીયો બનાવ્યો હતો.

પોલીસ તપાસ હાથ ધરી ભોગ બનનાર યુવકે પોલીસના કથિત ત્રાસના કારણે આ પગલુ ભરી રહ્યો હોવાનુ વિડીયોમાં જાહેર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.