પ્રચંડ વિજય મેળવો જેથી કોંગ્રેસ કયારેય ગુજરાતમાં જીવતાના સપના ન જુવે:પેજ પ્રમુખ વિજય વિશ્ર્વાસ મહાસંમેલન ગુજરાતમાં કોંગ્રેસને મુળીયા સહિત ઉખેડી ફેંકવા માટેના સંકલ્પનું સંમેલન છે નહી કે, માત્ર ગુજરાતમાં ફરીથી સરકાર બનાવવાનું

ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા અમિત શાહે જનતાને સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી કોઈ આલીયા, માલીયા અને જમાલીયાની તેવડ નથી કે ગુજરાતમાં કોમી તોફાનો કરાવી શકે. સુરત જીલ્લાના મહુવા તાલુકાના અનાવલ પાંચકાકડા ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના ૮ જીલ્લાના પેજ પ્રમુખ વિજય વિશ્વાસ મહાસંમેલનમાં હજારો પેજનેે સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જણાવ્યું હતુ કે, પેજ પ્રમુખો એ ભાજપાના સાચા માલિક છે. શાહે મહિલા મોરચાને ૫૧ હજારી વધુ મહેંદી મુકીને વિશ્વરેકોર્ડ કરવા બદલ તેમજ યુવા મોરચાના કાર્યકરોને ૧૫૦+ નું પ્રતિક ચિહ્નનું નિર્માણ કરી સ્વાગત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. શાહે કાર્યકરોની વિશાળ સંખ્યામાં ઉપસ્િિત નિહાળીને જણાવ્યુ હતું કે, મે મારી ૧૫ વર્ષના વયી શરૂ યેલી રાજકીય કારકિર્દીમાં કાર્યકર્તાઓનું મહાસાગર જેટલું આટલુ મોટુ વિરાટ સંમેલન ક્યારેય જોયું ની. આ સંમેલનનું માત્ર દ્રશ્ય જોઇને કોંગ્રેસનું ગુજરાતમાં ચૂંટણી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર ઇ જાય તેવું આજનું આ મહાસંમેલન છે.

શાહે પેજ પ્રમુખ કાર્યકરોને સંકલ્પ લેવડાવતાં જણાવ્યું હતુ કે, આગામી ચૂંટણીઓ માત્ર સરકાર બનાવવા નહી પરંતુ કોંગ્રેસને જડમુળમાંી ઉખાડી ફેંકવા માટે લડવાની છે. શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતુ કે, યુવા, દલિત, આદિવાસી, ગરીબ મહિલાઓના ૧૨ લાખ કરોડ રૂપિયા ચાઉ કરી જનાર કોંગ્રેસ ભાજપાને પ્રશ્ન પુછે છે કે પ્રજાને શું આપ્યું ?

શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા ૩ વર્ષમાં વિરોધીઓ કેન્દ્ર સરકાર પર એકપણ ભ્રષ્ટાચારનો આરોપ સુધ્ધા પણ લગાડી શકેલ ની. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં જનઘન યોજના અંતર્ગત ૨૭ કરોડ જેટલા બેંક ખાતા ખોલીને પ્રત્યેક પરીવારને બેંક સો જોડી દીધા છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ દેશભરના ૧૮ હજાર જેટલા ગામોમાં અંધકાર હતો ત્યાં ૧૩ હજાર જેટલા ગામોનું વિજળીકરણ માત્ર ૩ વર્ષના ગાળામાં પૂર્ણ યેલ છે જ્યારે બાકીના ૫ હજાર ગામોનું વિજળીકરણ આવતા વર્ષ સુધી પૂર્ણ ઇ જશે. આઝાદીના ૭૦ વર્ષ સુધી દેશમાં ૧૨.૫ કરોડ સીલીન્ડરમાંી ૧૧ કરોડ ૭૦ લાખ સીલીન્ડરો શહેરી વિસ્તારમાં વહેંચાયેલા હતા.

શાહે અંતમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં દિશાવિહિન, નેતૃત્વ વગરની કોંગ્રેસમાં એક મનાવો ત્યાં બે રિસાઇ જાય છે આવા સમયે આપણે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને એવો પ્રચંડ વિજય મેળવીએ કે આવનારા સમયમાં કોંગ્રેસ પુન: ક્યારેય ગુજરાતમાં ચૂંટણી જીતવાનું સ્વપ્ન પણ ન જુએ.

પેજ પ્રમુખ વિજય વિશ્વાસ મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે જણાવ્યું હતુ કે, ૧૫૦ ી વધુ બેઠકો જીતીને ગુજરાતના કાર્યકર્તાઓ વિકાસની પ્રતિબધ્ધતા તેમજ વિજયની પરંપરાનો સંદેશો સમગ્ર દેશ અને દુનિયાને આપશે. શ્રી યાદવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપાની સરકારે વિકાસની ઉંચાઇઓ સર કરીને સમગ્ર દેશને વિકાસનું મોડેલ આપ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, પેજ પ્રમુખનું સંમેલન એ તેજ પ્રમુખનું સંમેલન છે. પાર્ટીનું તેજ અને ઓજસ આવા સંમેલનો વધારે છે. પેજ પ્રમુખના મહાસંમેલનોમાં કાર્યકર્તાઓની વિરાટ ઉપસ્િિત એ ભાજપાના વિરાટ સ્વરૂપનું દર્શન છે. ભાજપાના નેતૃત્વની સક્ષમતા અને અવિરત પ્રવાસ, કાર્યકર્તાઓના આગ પરિશ્રમ દ્વારા ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ જનવિશ્વાસ-જનાધાર વધારી રહ્યા છે. ભાજપાની નિતિ સ્પષ્ટ છે અને નિયત સાફ છે, સત્તા એ સેવાનું સાધન છે જ્યારે કોંગ્રેસ માટે સત્તા એ માણવા અને વ્યક્તિગત લાભો માટેનું સાધન છે.

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આજના પેજ પ્રમુખ વિજય વિશ્વાસ મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતાં જણાવ્યું હતુ કે, ચૂંટણી સમયે જ ઉગી નીકળનાર કોંગ્રેસ અનેક પ્રલોભનો આપી પ્રપંચો રચી જનતાને ભરમાવવાના પ્રયત્નો કરશે, ત્યારે ભાજપાનાં કાર્યકર્તાઓએ જાગૃત રહી અને સંકલ્પબધ્ધ બનીને આવા પ્રયાસોને નિષ્ફળ બનાવશે અને ગુજરાતની પ્રજા કોંગ્રેસના મુંગેરીલાલ કે હસીન સપને ક્યારેય બર નહિ આવવા દે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાતના ૧૫૦+ ના લક્ષ્યાંકમાં દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહને ભેટ આપીએ તેવી અપીલ કાર્યકર્તાઓને કરી હતી.  ભાજપાના દક્ષિણ ઝોનના મહામંત્રી ભરતસિંહ પરમારે દક્ષિણ ગુજરાતને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત કરવા કાર્યકરોને નિર્ધાર કરાવ્યો હતો અને જણાવ્યું હતુ કે, દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો જીતીને ૧૫૦+ ના લક્ષ્યાંકને હાંસલ કરીએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.