આલિયાની સ્પાય યુનિવર્સ ફિલ્મ આલ્ફાના મેકર્સે આખરે રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ ક્રિસમસ એટલે કે 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી શર્વરી પણ જોવા મળશે.

આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મ આલ્ફાની રિલીઝ તારીખ યશ રાજ ફિલ્મ્સ બેનર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર જાહેર કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યશ રાજ ફિલ્મ્સના બેનરે પોસ્ટને કેપ્શન આપ્યું હતું અને લખ્યું હતું કે આલ્ફા ક્રિસમસ 2025 પર રિલીઝ થશે. આલિયા અને શર્વરી બંને શિવ રવૈલ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સુપર એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. સપ્ટેમ્બરમાં અહેવાલ આવ્યો હતો કે બંને અભિનેત્રીઓ મુંબઈમાં ‘આલ્ફા’ના તેમના આગામી પડકારરૂપ શેડ્યૂલ માટે સખત મહેનત કરી રહી છે.

તે સમયે એક સૂત્રએ કહ્યું હતું કે, ‘આલ્ફાનું સૌથી ખતરનાક, શારીરિક રીતે થકવી નાખતું શેડ્યૂલ આલિયા અને શર્વરીની રાહ જોઈ રહ્યું છે.’ સૂત્રએ જણાવ્યું કે શિડ્યુલ માટે ખૂબ જ સુરક્ષિત સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ શૂટિંગ 15 દિવસ સુધી ચાલશે. આ માટે મુંબઈમાં ખૂબ જ સુરક્ષિત સેટ બનાવવામાં આવ્યો છે અને બંનેને આ માટે ખૂબ જ ખાસ પ્રકારની ફિટનેસની જરૂર પડશે, જેથી દર્શકો તેનો ભરપૂર આનંદ લઈ શકે.Untitled 4 1

સૂત્રના જણાવ્યા અનુસાર, આલિયા અને શર્વરી ફિલ્મમાં ખૂબ જ એક્શન કરતી જોવા મળશે. સૂત્રએ જણાવ્યું કે, આલિયાએ આ ફિલ્મ માટે મહિનાઓ સુધી ટ્રેનિંગ લીધી છે. થોડા દિવસો પહેલા તેના ટ્રેનર દ્વારા અપલોડ કરાયેલા એક વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે તે કેવી રીતે આલ્ફા માટે સખત તાલીમ લઈ રહી છે. આલિયાએ 2012માં કરણ જોહરની ટીનેજર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન હતા.

આ પછી તે હાઈવે, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, ઉડતા પંજાબ, બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી, ગલી બોય, ગંગુબાઈ કાઠિયાવાડી, RRR, બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવા અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે અભિનેતા રણબીર કપૂર સાથે 14 એપ્રિલ, 2022ના રોજ મુંબઈમાં પરંપરાગત હિંદુ વિધિથી લગ્ન કર્યાં. આ દંપતીને રાહા નામની પુત્રી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.