ગુજરાત સરકાર પણ સેલેબ્રિટીને મેદાને ઉતારે તો અભિયાન વેગવંતુ બને!
ગુજરાતમાં ગઇકાલથી શરુ થયેલા જળસંચય અભિયાન સુજલામ-સુફલામની જેમ જ મહારાષ્ટ્રનાં દુષ્કાળ પ્રભાવિત જીલ્લાઓમાં પણ જળસંચય અભિયાન શરુ થયું છે. જેમાં બોલીવુડ સ્ટાર આમિરખાન અને આલિયા ભટ્ટ જોડાનાર આ અભિયાન વેગવંતુ બન્યું છે.
મહારાષ્ટ્રના લાતુર જીલ્લામાં દુષ્કાળના કારણે અનેક ખેડુતો દર વર્ષ આત્મહત્યા કરી લેતા હોય પાણી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૬ થી જળલેગલ માટે અભિયાન શરુ કરી મરાઠાવાડના લાતુર, જીલ્લામાં ૪૦૦૦ ગામડાઓમાં તળાવો ચેકડેમ બાંધવા અભિયાન હાથ ધર્યુ છે. આ અભિયાન અંતર્ગત ગઇકાલે ફતેપુર ગામે ફિલ્મ સ્ટાર અમિરખાન અને આલિયા ભટ્ટ શ્રમ યજ્ઞમાં જોડાયા હતા.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સુજલામ સુફલામ અભિયાનમાં સેલીબ્રિટીઓને જોડવામાં આવે તો સુંદર પરિણામો મળી શકે તેમ હોવાનું મનાઇ રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com