સાઉના પ્રોડયુશરે તૈયાર કરેલી ગુજરાતી ફિલ્મ ‘પહેલો દિવસ’એ સીનેમા ઘરોમાં ધુમ મચાવી: ફિલ્મના પ્રમોશન માટે યુનિટ ‘અબતક’ની મુલાકાતે
‘અબતક’ની મુલાકાતે આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને નવા ફલક પર લઈ જવાની મહેચ્છા ધરાવતા સાઉના પ્રોડયુશર આર.વી.ગુ‚પદમ્ આવ્યા હતા. તેમણે મુલાકાત દરમિયાન પોતાની ગુજરાતી ફિલ્મ પહેલો દિવસ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ યુવાનોએ જોવી જ જોઈએ આ ફિલ્મ વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ છે. ફિલ્મ જોનારને કોલેજ લાઈફનો સંપૂર્ણ અનુભવ ઈ જશે.
આર.વી.ગુ‚પદમ્ અગાઉ ૨૫ ી વધુ મુવીનું પ્રોડકશન કરી ચુકયા છે. ‘અબતક’ની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતમાં અલગી સેન્સર બોર્ડ રચવાની હિમાયત કરી હતી. તેમણે ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન સપવાનું સુચન પણ કર્યું હતું. તેમણે કાઠિયાવાડ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યકત કરતા કહ્યું હતું કે, કાઠિયાવાડી ભાણા જેવું જમવાનું વિશ્ર્વમાં કયાંય ની. આ ફિલ્મમાં ગીત હલચલ બોય સુઝલે ગાયા છે. જયારે આર.જે.અનિરુધ્ધે વાર્તા લખી હોવાનું જણાવાયું છે.
કોલેજ લાઇન દરેક વ્યકિતના જીવનનો યાદગાર પાર્ટ છે. કારણ કે તે સમયની મસ્તી જિંદગીભરનું સંભારણું બની રહે છે કંઇક આવા જ સબજેકટ સાથે ફિલ્મ પહેલો દિવસ રીલીઝ થઇ રહી છે. જેમાં કોલેજ લાઇફની મસ્તી અને યંગિસ્તાનના વિચારોને પડદા પર રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની રસપદ વાત એ છે કે ફિલ્મના પ્રોડયુસર આર.વી. ગુરુપદમ છે. જેઓને અત્યાર સુધીમાં ઘણી સાઉથની ફિલ્મો બનાવી છે. તેઓ દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના પ્રમોશન માટે પ્રોડયુસરની સાથે ફિલ્મના મ્યુઝીક ડાયરેકટર અને ગુજરાત રાજય સંગીત કલા અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ આજે અમારા પેસના મહેમાન બન્યા હતા. આર.વી. ગુરુપદમે જણાવ્યું હતું કે હું જયારે ગુજરાતમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે ગુજરાતી ફિલ્મોમાં પણ થોડા હાથ અજમાવવો જોઇએ. આ દરમિયાન ઘણા મારા મિત્રો પણમને મળ્યા તેઓએ પણ મને ગુજરાતી ફિલ્મો વિશે જણાવ્યું હતું. તેથી મેં આ ફિલ્મ બનાવવાની તૈયારી દર્શાવી. ફિલ્મમાં તમને રિયલ કોલેજ લાઇફ જોવા મળશે. ફિલ્મ જોનારને જરુરથી એવું લાગશે કે તે પોતે કોલેજ લાઇફનો અનુભવ કરી રહ્યા છે. ફિલ્મને ચંગસ્ટર્સ સાથે જોડવા માટે ફિલ્મમાં સંગીત અને ફાઇટીંગ સિન્સ પર પણ ખાસ ઘ્યાન આપવામાં આવ્યું છે. મ્યુઝિક ડાયરેકટર પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે અમે આ ફિલ્મમાં ૬ ગીતો રજુ કરી રહ્યા છીએ દરેક સોંગ એક ખસા સિચ્યુએશનમાં જ મૂકવામાં આવ્યું છે. ફિલ્મમાં સાઉથનો ટચ હોવાથી ફિલ્મમાં રોક મ્યુઝીક સાંભળવા મળશે. સાથે જ ફિલ્મમાં ભારતના જાણીતા સિંગર્સે પોતાને અવાજ આપ્યો છે. અમે એ બાબતનું ખાસ ઘ્યાન રાખ્યું કે ફિલ્મ કોલેજ લાઇફ પર હોવાથી મ્યુઝીક પર ચંગસ્ટર્સને પસંદ પડે તેવું રાખવામાં આવ્યૃું છે.