પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ કાશ્મીરમાં સેનાના જવાનો પરના હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ ઘોષિત કરાયું છે. શહેરી વિસ્તારો, બોર્ડર વિસ્તાર તેમજ યાત્રાધામની સુરક્ષા વધારવામાં આવે છે. ઓખા પણ સંવેદનશીલ બંદર ગણાતું હોય ઓખા મરીન પોલીસ દ્વારા અન્ય એજન્સીઓની સાથે પેટ્રોલીંગ વધારી દીધું છે.
ઓખા મરીનના પી.આઈ.ના રોહડીયાએ સમુદ્રી વિસ્તારના પેટ્રોલીંગ કરતી બોટ સાથે સરહદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. પેટ્રોલીંગ અને સુરક્ષા વધારા અંગે ઓખા મરીન પીઆઈ રોહડીયાએ જણાવેલ કે, આતંકવાદીઓ દ્વારા ગુજરાતના દરિયા કિનારાનો આતંકવાદી પ્રવૃતિઓ માટે ઉપયોગ કરાયો હોય હાલના હુમલા બાદ દ્વારકા સરહદી સીમાડાની સુરક્ષા કાજે એલર્ટ ઘોષિત કરાયા બાદ માચ્છીમારો, તેમના પાસો, આઈકાર્ડ, બોટ સહિતનું સધન ચેકિંગ તમામ સુરક્ષા એજન્સીઓએ વધુ સધન બનાવી દીધું છે.