જો તમે જમતી વખતે ટીવી જોવાની ટેવ છે તો સાવધાન રહેજો કારણ કે એનાથી સ્વાસ્થયને ઘણા પ્રકારના નુકસાન પહોંચી શકે છે. જી હાં આ બાબતે ઘણા સંશોધન પણ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે આ આદત તમારું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે.

તો ચલો જાણીએ જમતી વખતે ટીવી જોવાનું નુકસાન :

ટીવી જોવામાં લોકો એટલા મગ્ન થઇ જાય છે કે એમને એ ખબર જ નથી હોતી કે તેમણે કેટલું જમી લીધું છે. એવામાં કેટલીક વખત લોકો વધારે ખાઇ લે છે જેના કારણે એમને પેટમાં દુખાવાની ફરીયાદ રહે છે.

ટીવી જોતી વખતે મગજ જમવા પર ધ્યાન આપતું નથી જે કારણથી પાચન સંબંધી સમસ્યા રહે છે.

ખાસ કરીને રાતે તમારી આ ટેવ છે તો એને તરત બદલી નાંખો કારણ કે એવું કરવાથી તમારી ઊંઘ પણ ખરાબ થઇ શકે છે.

ટીવી જોતી વખતે મેટાબોલજ્મિ ધીમું પડી જાય છે અને શરીરમાં ચરબી જમા થવા લાગે છે. એ કારણથી લોકોમાં મેદસ્વિતા વધવાનું જોખમ વધે છે.

એક સંશોધનમાં એવું સામે આવ્યું હતું કે જો ટીવી જોતી વખતે કોઇ જાહેરાત સામે આવી જાય છે તો ખાવાની ઇચ્છા તીવ્ર થઇ જાય છે. એના કારણે થોડા થોડા સમયમાં જ ભૂખ લાગવા લાગે છે.

ટીવી જોતા જોતાં જમવાની આપણે મજા ઊઠાવી શકતાં નથી. એના કારણે કોઇ પણ ચીજનો સ્વાદ આવતો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.