ન હોય… અમેરિકા ભારતનું દેવાદાર બન્યું!!!

અમેરિકાનું ભારતીય દેવુ રૂ.૧.૫૦ લાખ કરોડને પાર

દેવાદાર અમેરિકાનું દેવુ ૨૯ ટ્રીલીયન ડોલર જેટલુ વધી ગયું તેમાં ભારતના ૨૧૬ અબજ ડોલર નિકળે છે બાકી લેણા

સમય, કાળ અને સ્થિતિ હંમેશા ફરતી રહે છે. અમેરિકા અને યુરોપના દેશોને કમાણીનું સાધન અને નાણાની ખાણ માનવામાં આવે છે. ભારત સહિતના એશિયાના દેશોના લોકો માટે મબલખ રોજગારી અને સમૃદ્ધિનું પર્યાય ગણાતા અમેરિકા પર ભારતનું દેવુ ચડી ગયું હોય તે વાત માનવામાં આવે ? પણ ન માનવામાં આવતી આ વાત હકીકત છે. વિશ્ર્વનું સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતું અમેરિકા આજનું તારીખે ભારતનું દેવાદાર બન્યું છે. અમેરિકા માટે કોરોના મહામારીનું આર્થિક સંકટ દેવુ વધારનારુ બની ગયું છે. અમેરિકાનું દેવું ૨૯ ટ્રીલીયન ડોલર જેવું વધી ગયું છે. તેમાં ભારતના ૧.૫૦ લાખ કરોડ રૂપિયા બાકી બોલે છે.

અમેરિકન સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, વિશ્ર્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થા પર ભારતના ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ધારાસભ્યએ સેનેટમાં કરેલા આ જાહેરાતમાં જણાવ્યું છે કે, દેશનું કુલ દેવુ ૨૯ ટ્રીલીયન ડોલર થવા જાય છે જેમાં ભારતના ૧.૫૦ લાખ કરોડ બોલે છે. કોવિડ-૧૯ કટોકટીને લઈને અમેરિકામાં જાહેર કરાયેલા ખાસ પેકેજને લઈ રાજકોષીય ખાધની સાથે સાથે આંતરરાષ્ટ્રીય દેવુ વધી જવા પામ્યું છે.

અમેરિકાનું આ દેવુ માથાદીઠ દેવા પર વધારે બોજરૂપ બની રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય એલેક્સ મુનીએ જણાવ્યું હતું કે, આપણા પર ચીન અને જાપાનનું પણ દેવુ છે. અમેરિકા ચીન સાથે કાયમ સ્પર્ધામાં રહેલુ છે. તેમ છતાં અમેરિકા પર ચીનનું એક ટ્રીલીયન ડોલર અને જાપાનનું પણ એક ટ્રીલીયન ડોલરનું દેવુ છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ જો બિડન કોરોના રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમાં અમેરિકનોને રોકડા રૂપિયા આર્થિક મદદ અને રસીકરણના કાર્યક્રમને પ્રોત્સાહન આપવાની ખર્ચાની સમાવેશ થતો હતો. ભારત અમેરિકા પાસે ૨૧૬ અબજ ડોલર માંગે છે. ૨૦૦૦માં અમેરિકાનું રાષ્ટ્રીય ડોલર ૫૫ ટ્રીલીયન ડોલર હતું તે હવે ડબલ થઈ ગયું છે. ૮ વર્ષ ઓબામાનું શાસન ચાલ્યું હતું.

અમેરિકાના અર્થતંત્ર માટે રાજકોષીય ખાધ અને કોરોના કટોકટી દરમિયાન રસીકરણનો ખર્ચ, લોકડાઉન જેવી નકારાત્મક પરિસ્થિતિને લઈને અમેરિકાનું દેવુ વધી રહ્યું છે. ભારત ૧.૫૦ લાખ કરોડ અમેરિકા પાસે માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.