ગ્રામ્ય પ્રાંત ડો.ઓમપ્રકાશે ચેકિંગ હાથ ધર્યું: જરૂરી ડોક્યુમેન્ટસ જમા કરાવ્યા બાદ રાઈડ્સ ચાલુ રાખવા દેવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે
અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે રાજકોટની ભાગોળે આવેલા અલ્ડોરાડોમાં ગ્રામ્ય પ્રાંતે ઓચિંતુ ચેકિંગ હા ધર્યું હતું. સ્થળ ઉપર રાઈડ્સના ડોક્યુમેન્ટ ન હોય જેથી બે દિવસમાં ડોક્યુમેન્ટ સબમીટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત જ્યાં સુધી રાઈડ્સ ચાલુ રાખવી કે નહીં તે અંગે હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી ૨૦ રાઈડ્સ ચાલુ ન કરવાની તાકીદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વહીવટી તંત્રના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં બેદરકારીના કારણે રાઈડ્સ તૂટી પડવાની ઘટના બની હતી. જેના પગલે ગ્રામ્ય પ્રાંત ડો.ઓમપ્રકાશે સર્તકતા દાખવી તેમના વિસ્તારમાં પડધરી તાલુકામાં તરઘડી નજીક આવતા અલ્ડોરાડો પાર્કમાં ઓચિંતુ ચેકિંગ હા ધર્યું હતું. આ ચેકિંગમાં ગ્રામ્ય પ્રાંત કચેરીના સ્ટાફને પણ સો રાખવામાં આવ્યો હતો. ગ્રામ્ય પ્રાંતની ટીમ દ્વારા તમામ રાઈડ્સની સુરક્ષાની દ્રષ્ટીએ સમીક્ષા કરવામાં આવી હતી.
જો કે, સ્થળ પર જતા માલુમ પડયું હતું કે, અલ્ડોરાડો પાર્કમાં રીનોવેશન કામ ચાલુ હોય છેલ્લા ઘણા સમયી રાઈડ્સ બંધ રાખવામાં આવી છે. બાદમાં ટીમ દ્વારા વિમા સહિતના ડોક્યુમેન્ટ માગ્યા હતા ત્યારે હાજર સ્ળે ડોક્યુમેન્ટ ન મળતા બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે પ્રાંત અધિકારીએ અલ્ડોરાડોની ૨૦ રાઈડ્સને જ્યાં સુધી બીજો હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. જે મુજબ આગામી દિવસોમાં આ રાઈડ્સને ચાલુ રાખવી કે ન રાખવી તેનો નિર્ણય કરવામાં આવશે.