ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ એલ.સી. બી. એ દરોડો પાડી ટ્રકમાંથી પ્લાસ્ટીકના દાણાની બોરીની આડમાંથી રૂ. 2.60 લાખની કિંમતનો દારૂ-બીયરના જથ્થા સાથે બેલડીની ધરપકડ કર્યો દારૂ- બીયર અને વાહન મળી રૂ. 27.54 લાખનો મુદામાલ કબ્જે નાશી છુટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી ડામી દેવા જીલ્લા પોલીસ વડા દિપન ભટ્ટને આપેલી સુચનાને પગલે એસ.સી.બી.ના પી.આઇ. એસ.એસ. નિનામા અને પી.એસ.આઇ. કે.કે. ગોહિલ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.પેટ્રોલીંગ દરમિયાન ધ્રોલ તાલુકાના લૌયારા ગામની સીમમાં જામનગરના ગુલાબનગર નો યાસીન ઉર્ફે મોટો હાજી સુમરા અને કાસમ અબ્દુલ ખેરાણી નામના શખ્સો વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની કોન્સ્ટેબલ ભગીરથસિંહ સરવૈયા અને સંજયસિંહ વાળા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યિાન જીજે 18 એયુ 8378 નંબરના ટ્રકમાં પ્લાસ્ટીકના દાણાની આડમાં રૂ. 2.60 લાખની કિંમતનો 808 બોટલ વિદેશી દારૂ અને 2363 બીયરના ટીન સાથે યાસીન ઉફેૃ મોટો અને કાસમ અબ્દુલ ખેરાણીની ધરપકડ કરી દારુ બીયર, વાહન મોબાઇલ અને પ્લાસ્ટીકના દાણા મળી 11.90 લાખના મુદામાલ કબ્જે કર્યા છે.ઝડપાયેલા બન્ને શખ્સોની પુછપરછમાં આ દારુનો જથ્થો દમણ ખાતે પ્લાસ્ટીકની બોરીમાં છુપાવી અને ઇમરાન ખેરાણી નામના બુટલેગરે મોકલ્યાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.