- સુરતમાં કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
- પોલીસે તપાસ કરતાં વાનમાંથી 100 જેટલી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતાં
- દારૂના જથ્થાની કિમત અંદાજે રૂ. 2.32 લાખ જેટલી થાય છે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે બુટલેગરો વિવિધ પ્રકારે દારૂ ગુજરાતમાં પહોંચાડતા ઝડપાયા છે. સુરતમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસે તપાસ કરતાં વાનમાંથી 100 જેટલી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતાં.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું મોટું રેકેટ ઝડપ્યું છે. “અજય કેફે”ના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા બી.આર.સી. રોડ પર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી 3 લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે દારૂ સાથે ત્રણની ધરપકડ કરી
પોલીસ તપાસ કરતાં કુલ 99 વિદેશી દારૂ અને બિયર ભરેલ કેરેટ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિમત અંદાજે રૂ. 2.32 લાખ જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે દારૂ ભરેલ ટેમ્પો, મોપેડ વાહન તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
દમણ સામાન ઉતારી દારૂ ભર્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ “અજય કેફે”ના દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ શાખાઓમાં બેકરીનો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરે છે. સામાન પહોંચાડ્યા બાદ તેઓ દમણથી પરત ફરતી વેળાએ કેળવણી માટે ઉપયોગમાં લેવાતી ટેમ્પોમાં કેરેટની વચ્ચે દારૂ છૂપાવી સુરત તરફ દારૂ લાવતા હતા. આ ઉપરાંત ઉધના સમગ્ર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં થયો ખુલાસો
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા “અજય કાફે”માં સામાન ડિલિવરી કરવા બંધ બોડીના વાનનો ઉપયોગ કરતા હતા. આ શખ્સો સામાન ડિલિવરી કરવા માટે સુરતથી વાપી સુધી જાય છે અને પરત ફરતા વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપી સહિત વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન સહિત 2.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એન સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.