39 જગ્યા માટે સવા લાખ અરજી આવી!: ગાંધીની ગુજરાતમાં દારૂબંધી છે કે, દારૂબંધીનો માત્ર કાયદો જ છે?
અબતક,રાજકોટ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી લાગુ પાડવામાં આવી છે અને તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા દારૂબંધી અંગેના કાયદાને અસરકારક બનાવવા માટે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. પરંતુ દરવાજા મોકળા અને ખાળે ડુચા દેવા જેવી સ્થિતી સજાર્ય છે. દારૂબંધી ગુજરાતમાં નદારૂબંધથ કરાવવા એક લાખથી વધુ અધિકારીઓ તત્પર છે. માત્ર 39 પોસ્ટ માટે સવા લાખ અધિકારીઓમાં રેસ લાગી છે.
દારૂબંધીનો ખરા અર્થમાં અમલ કરાવવામાં આવે તો કેટલાય પરિવાર બરબાદ થતા બચી શકે છે. સરકાર લાખો-કરોડોની એકસાઇઝ ડયુટી ગુમાવીને દારૂબંધીનો કડક અમલ કરાવવા કાયદાનો અમલ જારી રાખ્યો છે. અને વધુ અસરકારક બન્યો છે. સરકારના આવા ઉમદા હેતુંનો પોલીસ દ્વારા દુર ઉપયોગ કરી બુટલેગરો સાથે સાંઠગાંઠના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.
તંત્ર લાખોની એકસાઇઝ ડયુટી ગુમાવી દારૂબંધીને પ્રાધાન્યું આપ્યું પરંતુ દારૂબંધીનો ચુસ્ત અમલ કયારે થશે?
ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂબંધીનો અમલ કરાવવા 39 અધિકારીઓની પોસ્ટની જ શુ જરૂર છે. અને દારૂબંધી કરાવવાની જગ્યા પર આવવા સવા લાખ ઇચ્છુક અધિકારીઓ કેમ તત્પર છે. તેની ઇન્સાઇડ જોવામાં આવે તો પણ સીધો જ જણાય આવે કે, દારૂબંધીમાં જ ફરજ બજાવવાથી માલદાર થઇ શકાય છે. તેના પરથી જ કહી શકાય કે ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતી છે.
તાજેતરમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા અસરકારક કામગીરી કરતા સ્થાનિક પોલીસની પોલ ખુલી પડી છે. પરંતુ સ્ટેટ મોનિટરીંગ સેલ આખા ગુજરાતમાં કેટલે પહોચે અને ઘરના જ ફુટલા છે. ત્યારે દારૂબંધીનો ચુસ્ત રીતે અમલ કરાવવો પણ સ્ટેટ મોનિટરીંગ સેલ અને તંત્ર માટે મુશ્કેલ બન્યો છે.
દારૂબંધીનો કાયદો અમલમાં છે તેમ છતાં વિદેશી દારૂ ગામડે ગામડે કંઇ રીતે પહોચે છે. દારૂની બોટલ ગામે ગામડે પહોચાડવાનું બુટલેગરના નેટવર્ક પાસે તંત્રનું નેટવર્કનો પનો ટુંકો પડે છે કે પછી પોલીસની સાંઠગાંઠ અને બુટલેગરો સાથેના સારા સંબંધો કારણ ભૂત હોવાનું કહેવામાં આવે છે
દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે ગમે તે જિલ્લાની પોલીસને ગમે ત્યાં દરોડો પાડવાની છુટ આપવી જરૂરી છે. જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય ત્યારે તેની થાણા ઇન્ચાર્જની જવાબદારી ફીકસ કરી પોલીસ અધિકારી સામે સજારૂપ કાર્યવાહી કરાવવી જરૂરી છે. આ પ્રકારની કામગીરીમાં પણ પોલીસની મિલીભગતના ઘણા બધા બનાવ સામે આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા માટે 39 જગ્યા માટે સવા લાખ અધિકારીઓ દ્વારા શા માટે ઇચ્છા વ્યકત કરી તે અંગે તપાસ કરવામાં આવે તો પણ કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.