આલ્કોહોલ જેને સામાન્ય ભાષામાં આપણે દારૂ કહીયે છીએ. આપણે એવું ઘણી વખત સંભાળ્યું હોય છે કે દારૂ પીવાથી શરીરને ઘણા નુકસાન થઈ શકે છે. ડોક્ટરો પાસેથી પણ જાણવા મળ્યું છે કે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ દારૂના ઘણા ફાયદા પણ છે. આલ્કોહોલનો ઉપયોગ દવા માટે પણ કરવામાં આવે છે. જ્યારે આપણને શરદી-ઉધરસ થાય છે ત્યારે ડોક્ટર તરફથી શિરપ આપવામાં આવે છે આ શિરપમાં પણ આલ્કોહોલ હોય છે. તેથી આલ્કોહોલ શરીર માટે નુકસાન નથી નિયમિત માત્રમાં આલ્કોહોલ લેવો શરીર માટે પણ ફાયદાકારક છે. તો જાણીએ ક્યો દારૂ પીવાથી શરીરને ફાયદો થાય છે:
જ્ઞાનાત્મક કુશળતા સુધારવા માટે બબલી (શેમ્પેન) :
બબલી (શેમ્પેન) યોગ્ય માત્રામાં પીવાના અનેક ફાયદા છે. બબલી શેમ્પેનમાં લો કેલરી હોય છે. તે જ્ઞાનાત્મક કુશળતા સુધારવા તથા મગજમાં આરોગ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે.
એન્ટી એજિંગ માટે ફાયદાકારક : વ્હિસ્કી
વ્હિસ્કી માટેનો કાચો માલનો આધાર વિવિધ પાક હોઈ છે, ઉદાહરણ તરીકે, રાઇ, જવ, ઘઉં અથવા તો ચોખા અને મકાઈ વગેરેમાથી બને છે.વ્હિસ્કી એક એન્ટીઓકિસડન્ટ્સ પીણું છે જે એન્ટી એજિંગ અને વાળની હેલ્થ માટે ફાયદાકારક છે.
કોગનક (બ્રાન્ડી): ફેફસાં માટે ફાયદાકારકઃ
જો તમે કાર્બ-ફ્રી ડ્રિંક પીવા ઇચ્છતા હોય તો બ્રાન્ડી બેસ્ટ વિકલ્પ છે. તે તમારા ફેફસાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ઉપર્યુકત બ્રાન્ડ સ્વાસ્થ્ય માટે સારી જ છે પરંતુ રેડ વાઈન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આમ તો વાઈનના ઘણા પ્રકાર છે પરંતુ વાઈટ વાઈનના બદલામાં રેડ વાઇન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે . તો જાણીએ રેડ વાઈનના ફાયદા શું છે:
હૃદયને મજબૂત બનાવે છે
જો 30 થી ઉપરના લોકોએ રેડ વાઇનનું સેવન કરવું જોઈએ તે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે અને બ્લૉકેજ ને પણ દૂર કરે છે. રેડ વાઇન દ્રાક્ષથી બને છે જેમાં એક તરલ પદાર્થ હોય છે જે લોહીના ગઠ્ઠા રોકવામાં પણ મદદ કરે છે.
કેન્સરથી બચી શકાય છે:
વાઈનના સેવનથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ખતરનાક બીમારીમાથી બહાર નિકડી શકાય છે. તેમાં રહેતા રિજવેટોલ તમને યુવાન બનાવે છે અને કેન્સરના સેલને બનવાથી પણ રોકે છે. પૌરુષ ગ્રંથિના ટીશ્યુમાં રહેતા કેન્સલ પ્રાય: ઉંમરલાયક લોકોમાં મળી આવતા હોય છે. સામાન્ય રીતે પૌરુષ ગ્રંથિ અખરોટ જેવી હોય છે પરંતુ કેન્સરની ચપેટમાં આવવાથી તેના આકારમાં વૃદ્ધિ થાય છે અને પેશાબના પ્રવાહ રોકાવા લાગે છે.
પાચન શક્તિને બનાવી છે મજબૂત
દરરોજ થોડું લેવાથી પાચન શક્તિ મજબૂત રહે છે તેનાથી પેટમાં બનતા અલ્સર પણ ઓછા થાય છે. રેડ વાઇન પેટ માં બનતા અમુક ખતરનાક બેક્ટેરિયાને શોધીને મારે છે.
ઘણા એવા ફળો છે જેના સળી ગયા બાદ તેના પર ઓછી મહેનતમાં જ દારૂ બનાવી શકાય છે. જેમ કે દ્રાક્ષ, ગોળ, શેરડી,મહુડો વગેરે. આ ફ્રૂટમાંથી બનાવેલા દારૂને આપણે દેશી દારૂ તરીકે પણ ઓળખીએ છીએ.
આલ્કોહોલ પીવું જોઈએ પરંતુ વેક્સિન લીધા બાદ સેવન કરવું જોઈએ નહીં કારણ કે રસીકરણ પછી એન્ટિબોડીઝ બનવામાં લગભગ 3 અઠવાડિયાનો સમય લાગે છે. તેથી, રસીકરણને આલ્કોહોલથી થતી અસરો હજી સ્પષ્ટ નથી થઈ. પરંતુ આલ્કોહોલના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે, જેથી રસીની અસર થોડી ઓછી થઈ શકે છે. આલ્કોહોલનો મર્યાદિત ઉપયોગ થવો જોઈએ કારણકે એનાથી રસીમાં કોઈ અસર થાય કે ના થાય, પણ તમારા આરોગ્ય પર ખરાબ અસર પડે છે.”