અબતક, મનુ કવાડ, ગીરગઢડા
ટીચરર્સ-ડે ના દિવસે જ શિક્ષણ અધિકારીઓના ત્રાસથી કંટાળી જઇ ગીરગઢડાના થોરડી ગામની પ્રાથમિક શાળાના આચાર્યે સ્કુલના ઓરડામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે ત્યારે પોલીસે મૃતકની સુસાઇટ નોટના આધારે બે ટીપીઓ અને એક આચાર્ય સહીત ચાર શખ્સો સામે બ્લેક મેઇલ કરી આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી ચારેય શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના હરમડીયા ગામે રહેતા અને ગીરગઢડાના થોરડી ગામે પ્રાથમિક શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ અમરેલીયા (ઉ.વ.45) એ ગઇકાલે બપોરે શિક્ષક દિને જ થોરડી ગામે આવેલી પ્રાથમિક શાળાના ઓરડામાં પંખા સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
થોરડી ગામના પ્રિન્સીપાલે શિક્ષકદિને બે ટીપીઓ સહીત ચાર અધિકારીના ત્રાસથી મોત મીઠું કર્યુ
આ ઘટનાની જાણ થતાં ગીરગઢડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ટીપીઓ જેશ રાઠોડ, ટી.પી.ઓ. જયેશ ગોસ્વામી, જામવાળાના આચાર્ય દિલીપભાઇ ગધેસરીયા અને થોરડી ગામના શિક્ષક વાલાભાઇ ઝાલાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે મૃતકની પુત્રી બંસરીબેન ઘનશ્યામ અમરેલીયા (ઉ.વ.ર1) ની ફરીયાદ પરથી ગીરગઢડાના ટીપીઓ, ઉનાના ટી.પી.ઓ., જામવાળાના આચાર્ય અને થોરડીના શિક્ષક સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
દારૂનુેં કયારેક સેવન કરતા મૃતકની ફાઇલ ઉપર સુધી પહોચાડી હેરાન કરવાની ધમકી આપી બ્લેક મેઇલ કરતા હતા: સુસાઇટ નોટમાં આધારે ચાર સામે નોંધાતો ગુનો
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે થોરડી સ્કુલના પ્રિન્સીપાલ ઘનશ્યામભાઇ ગઇકાલે સવારે રવિવાર હોવા છતાં મારે સ્કુલે કામ છે તેમ કહી ઘરેથી સ્કુલે જવા નીકળી ગયા હતા. અને સ્કુલે જઇ ફરીયાદી યુવતિને તેના મોબાઇલમાં વોટસઅપ પર પિતાએ સુસાઇટ નોટ મોકલી આપઘાત કરી લીધો હતો.
વધુમાં જણાવ્યા પ્રમાણે ઘનશ્યામભાઇ બે વર્ષ પહેલા અરીઠીયા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા ત્યાંથી તેમની થોરડી પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી હતી. ઘનશ્યામભાઇ કયારેય દારૂ પિતા હોય તેની જાણ ટીપીઓ, આચાર્ય અને શિક્ષકને થઇ જતા ઉપરી અધિકારીને જાણ કરી હેરાન કરવાની ધમકી આપી બ્લેક મેઇલ કરતા હતા.
જેમાં ટીપીઓ રપ લાખની માંગણી કરતા હતા ત્યારે જામવાળાના આચાર્ય સાત લાખ અને શિક્ષક વાલાભાઇ ચાર લાખની માંગણી કરી ધમકી આપતા હતા. ઘનશ્યામભાઇ થોડા સમય પહેલા પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉ5ાડી આરોપીઓને આપ્યા હોવાનું પણ મૃતકની પુત્રીએ આક્ષેપ કર્યો છે.
આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ ગીરગઢડા પી.એસ.આઇ. કે.એન. અધેરા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.