પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ પોતાની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં આચરવામાં આવેલું આશરે ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ પકડી પાડયું છે. આ સ્થિતિ ‘વાડ જ ચીભડા ગળે’ તેવી થઈ છે. કેમકે આ કૌભાંડમાં આલ્યા, માલ્યા ને જમાલ્યા-બધા જ ‘માલામાલ’ થઈ ગયા છે. આના પરથી ફલિત થાય છે કે સરકારમાં લોલંલોલ અને સરકારી બેંકોમાં પોલંપોલ ચાલી રહ્યું છે.

જાણકારોએ કહ્યું કે પીએનબીનું આ કૌભાંડ વિજય માલ્યા અને લલીત મોદીના કૌભાંડોને પણ ભૂલાવી દે તેવું છે. બેંકના નફા કરતા ૮.૫ ગણું મોટું કૌભાંડ છે. આથી બેંક ફડચામાં જવાની પણ શકયતા છે. કૌભાંડમાં સામેલ પી.એન.બી.નાં ૧૦ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમ જેમ પીએનબીનાં કૌભાંડના સમાચાર વહેતા થતા ગયા તેમ તેમ તેના શેરમાં ૧૦%નું ગાબડુ પડતા ૧૪૫.૮૦ની સપટીએ ઉતરી આવ્યો.

કૌભાંડની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ જવેલરી ડીઝાઈનર નિરવ મોદી અને તેના ભાઈ નિશાલ મોદી, પીએનબીનાં અમુક અધિકારીઓ વિ‚ધ્ધ આશરે રૂ૨૮૦.૭ કરોડની છેતરપીંડીનો કેસ સીબીઆઈએ દાખલ કર્યો છે આ બે મામલા કુલ રૂ.૧૧૪૦૦ કરોડના છે. બીજામાં મોદી બંધુની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

સીબીઆઈએ કહ્યું કે અમને પંજાબ નેશનલ બેંક તરફથી બે ફરિયાદો મળી છે (૧) નિરવ મોદી વિ‚ધ્ધ, (૨) જવેલરી કંપની વિ‚ધ્ધ છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે પીએનબીનું કૌભાંડ રૂ. ૩૬૦૦૦ કરોડના માર્કેટ કેપનાં ૩૩%જેટલું છે. તેના શેરમાં રોકાણકારોએ રૂ. ૩૮૪૪ કરોડગુમાવ્યા છે.

નિરવ મોદી ઉપરાંત અમુક ખાતાધારકોને ફાયદો પહોચાડવાના આશયથી મુંબઈની બ્રેડી બ્રાંચમાં અનધિકૃત વ્યવહારો થકી કૌભાંડ થયું છે. ઉલ્લેખનીય છે કે મોદી બંધુએ લેટર ઓફ ક્રેડીટનો દૂ‚પયોગ કર્યો હોવાની શકયતા સીબીઆઈ જોવે છે.

જાણકારોનાં જણાવ્યા મુજબ સૂકા સાથે લીલુ બળે તેમ પીએનબીનાં કૌભાંડના છાટા બીજી બેંકોને ય ઉડી શકે.

મોટા જવેલર્સ ગિતાંજલી, ગિન્ની નક્ષત્ર વિગેરેનાં વ્યવહારો પણ હવે સ્કવેર હેઠળ આવી ગયા છે. આ સિવાય સીબીઆઈ, અલ્હાબાદ બેંક, એકિસસ બેંકે પણ મોદી બંધુને ધીરેલા નાણાની તપાસ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.