ડાયાબીટીસમાં ગળ્યું ખાવું જોખમી હોવા છતાં ‘ખાવ ને ખાંડ’ દવા લઈ લેશું ની માનસિકતામાં ક્યારેય સુરક્ષાની ગેરંટી નથી
એક તંદુરસ્તી હજાર વરદાન…ની કહેવતમાં સ્વાસ્થ્યની જાળવણીની હિમાયત કરવામાં આવી છે ત્યારે આજે વિશ્ર્વ ડાયાબીટીસ દિવસની ઉજવણીનો ખરો હેતુ મધુપ્રમેહના રોગ અંગે જાગૃતિના બદલે આ રોગ અંગે પ્રવર્તતી ગેર માન્યતાઓ દૂર કરવાની આવશ્યકતા પર ભાર મુકવામાં આવે છે. ડાયાબીટીસ અંગે એવું કહેવામાં આવે છે કે, દર્દીઓને નિયમીતપણે દવાઓમાં ધ્યાન રાખવાનું, મીઠાઈ ખાતા જાવ અને દવાનો ડોઝ લેતા જાવ એટલે કંઈ વાંધો નથી પરંતુ આ માન્યતા ભુલ ભરેલી જ નહીં પરંતુ જીવનું જોખમ ઉભુ કરનારી બની રહેશે.
ડાયાબીટીસ ખાંડની એક કણી પણ નુકશાનકારક ગણાય. વર્લ્ડ ડાયાબીટીસ ડેમાં લોકોને ડાયાબીટીસથી જાગૃત કરવાનો હેતુ હોય છે. ડાયાબીટીસની બીમારી અંગે વાત કરીએ તો આ રોગ લાંબી મુદતનો રોગ છે. જેમાં લોહીમાં ખાંડનું આદર્શ સ્તર જાળવવું ફરજિયાત છે. તમે જે ખાવ તેમાંથી મોટાભાગનો ખોરાક તમારા શરીરને ઉર્જા માટે વાપરવા માટે ગ્લુકોઝમાં રૂપાંતરીત થાય છે. સ્વાદુપિંડ એક અંગ છે જે પેટની નજીક આવેલુ છે. ગ્લુકોઝને તમારા શરીરના કોષોમાં પ્રવેશવા માટે ઈન્સીલ્યુન નામનો હોર્મોન બનાવે છે. ડાયાબીટીસમાં પણ વિવિધ પ્રકારની દર્દીને અસર થાય છે. સૌથી સામાન્ય ગણાતા ટાઈમ-૨ ડાયાબીટીસના દર્દીઓ લોહીમાં ખાંડનું સ્તર વારંવાર ઉંચુ-નીચું થતું હોવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. ડાયાબીટીસમાં સૌથી વધુ દાંતની તકલીફ ઉભી થઈ શકે છે. અત્યારે મોટાભાગે ઈન્સ્યુલીનને ડાયાબીટીસનો ઈલાજ માનવામાં આવે છે તેમ છતાં ડાયાબીટીસના નિયંત્રણ માટે પરેજી જ સૌથી વધુ અસરકારક છે તે કોઈ સમજતું નથી અને સામાન્ય રીતે માન્યતા છે કે, ડાયાબીટીસ થયું હોય તો પણ મીઠાઈ ખાઈ લેવી અને સાથે સાથે દવા પણ લઈ લેવી તેવી માન્યતા જીવનું જોખમ ઉભુ કરનારી છે. ડાયાબીટીસમાં કિડની, લીવર અને હૃદયની તકલીફો સામાન્ય છે. સાથે સાથે ડાયાબીટીસના કારણે દાંત અને મોઢાના પોલાણોની પણ સમસ્યા ઉભી થાય છે. સામાન્ય રીતે ડાયાબીટીસના દર્દીઓ દાંતની ખેવના રાખતા નથી. ડાયાબીટીસથી મોઢાના લોહીના પુરવઠામાં ઘટાડો થાય છે. વધુ પડતુ ડાયાબીટીસ મોઢાની અને પેઢાની નસો સુકવી દે છે.
જો તેમાં સાવચેતી રાખવામાં ન આવે તો તેની મોટી આડઅસર થાય છે. ડાયાબીટીસમાં લાગેલુ રુજાય નહીં, અંદરના કોષોમાં ખાંડ જામી જાય અને મીઠાઈ ખાવાથી રક્તમાં ખાંડ વધી જવાની સમસ્યા ક્યારેય ઓવર ડોઝ લેવાથી મટતી નથી.