જવાહિરીને અફઘાનિસ્તાનમાં સીઆઈએના ડ્રોને ઠાર કર્યો: વર્ષ 2011માં ઓસામા બિનલાદેનના મૃત્યુ પછી અલ કાયદાનો ચીફ અલ-જવાહિરી જ હતો
વોશિંગટન- અમેરિકા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમણે આતંવાદી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ ઝવાહિરીને એક ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી અલ કાયદાનો ચીફ અલ-ઝવાહિરી જ હતો. અયમાન અલ-ઝવાહિરીના મૃત્યુથી ચોક્કસપણે સંગઠનને મોટો ઝાટકો લાગ્યો હશે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝવાહિરીને અફઘાનિસ્તાનમાં સીઆઈએના ડ્રોને ઠાર કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ટ્વિટ કરીને અલ ઝવાહિરીના મૃત્યુની પૃષ્ટિ કરી છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પોતાની પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે, શનિવારના રોજ મારા આદેશ અનુસર અમેરિકાએ અફઘાનિસ્તાન, કાબુલમાં સફળ હવાઈ હુમલો કર્યો, જેમાં અલ કાયદાના વડા અમીર અયમાન અલ ઝવાહિરીનું મૃત્યુ થયું છે. નય્યા મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે અલ ઝવાહિરી પર અમેરિકામાં થયેલા અનેક હુમલાઓનો આરોપ હતો.વર્ષ 2001માં 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકા પર થયેલા હુમલામાં ઝવાહિરીએ મોટી ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે, તે હુમલામાં અમેરિકાના ચાર ડોમેસ્ટિક વિમાનોને હાઈજેક કરીને તેમને ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર, વોશિંગ્ટન પાસે રક્ષા મંત્રાવય પેંટાગન અને પેંસિલવેનિયામાં ટકરાવવામાં આવ્યા હતા. આ હુમલામા લગભગ 3 હજાર લોકોનાં મૃત્યુ થયા હતા.
અમેરિકાની સિક્રેટ એજન્સી ઈઈંઅએ રવિવારના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ડ્રોન સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં અયમાન અલ-ઝવાહિરીનું મૃત્યુ થયું છે. આ હુમલો અફઘાનિસ્તાનમાં કાઉન્ડર ટેરરિઝમ ઓપરેશન અંતર્ગત કરવામાં આવ્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહઉલ્લાહ મુજાહિદે પણ આ હુમલાની પૃષ્ટિ કરી છે. તેમણે અમેરિકા તરફથી કરવામાં આવેલા આ હુમલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ આંતર્રાષ્ટ્રીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2001ના હુમલા સિવાય અલ ઝવાહિરી પર વર્ષ 2000માં 12 ઓક્ટોબરના રોજ યમનમાં અમેરિકન જહાજ યુએસએ કોલ પર પણ હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં અમેરિકાના 17 નેવી અધિકારીનું મૃત્યુ થયુ હતું અને 30 ઈજાગ્રસ્ત થયા હતા.7 ઓગસ્ટ, 1998ના રોજ કેન્યા અને તન્ઝાનિયામાં અમેરિકન એમ્બેસી પર કરવામાં આવેલા બ્લાસ્ટમાં ભૂમિકા હોવા બદલ અલ ઝવાહિરીને અમેરિકામાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો.