ઝડપાયેલો આતંકી ગુજરાત સહિત દેશભરનાં યુવાનોના બ્રેઈનવોશ કરીને આતંકી પ્રવૃત્તિમાં જોડવા સક્રિય હોવાનો ખુલાસો
ઝારખંડ એન્ટિ ટેરીરીસ્ટ સ્કોર્ડ એટીએસએ જમશેદપૂરમાંથી અલકાયદાનો એક આતંકી કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ તેને દબોચી લેવાયો હોવાનો રાંચીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માધ્યમોને જણાવ્યું હતુ. રાંચી એટીએસ ટીમને મળેલી એક બાતમીના પગલે એટીએસએ શનિવારે ટાટાનગર રેલવે સ્ટેશન નજીકથી મોકલીમુદીન મુજાહેરી નામના અલકાયદા સાથે સંડોવાયેલા હોય તેવા ઈસમને ઝડપી લીધો.
એટીએસના એસપી વિજયાલક્ષ્મીએ જણાવ્યું હતુ કેકે આ આતંકી અલકાયદાની કાર્યરત ભારતમાં પેટાશાખા સાથે સક્રિય રીતે જોડાયેલો હોય અને તે યુવાનોને જેહાદ અને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાનું કામ કરતું હોવાનું પોલીસે દાવો કર્યો છે.
આઝાદનગરનાં સ્ટીલસીટીના મેગો એરિયોનો રહેવાસી મુજાહીદી ત્રણ વર્ષથી ફરાર છે. પોલીસે અગાઉ જ તેની મિલકત જપ્ત કરી લીધી હોવાનું એસપીએ જણાવ્યું હતુ.
પોલીસે જાહેર કરેલ અખબાર યાદી મુજબ મુજાહીદી પ્રતિબંધીત અલ કાયદાનો સક્રિય આતંકવાદી હોય અને તેના નામે ૨૫/૬ના રોજ બિસ્તુપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો અને આરમેટ સહિત અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે. મુજાહીદી સાઉદી અરબ, આફ્રિકા,, બાંગ્લાદેશ, અસનસોલ, કલકતા, ગુજરાત, મુંબઈ યુ.પી.નો સતત પ્રવાસ કરીને આતંકી પ્રવૃત્તિઓને હવા આપી ચૂકયો છે. તેણ અનેક યુવાનોને જેહાદ માટે બ્રેઈન વોશ કરીને પાકિસ્તાન સહિતના દેશોમાં આતંકવાદી તરીકેની તાલીમ અપાવવામાં હાથ કાળા કર્યા હોવાનું બહાર આવ્યું છે.