‘ન ક્ષમેતિ, ઈતિ અક્ષયા…’ જેનો કયારેય ક્ષય ન થાય… ક્ષીણ ન થાય… કાળક્રમે પણ જેનો નાશ ન થાય એ જ અક્ષય…

વૈશાખ સુદ ત્રીજ.. અક્ષય  તૃતિયા… શા માટે ? શાસ્ત્રો કત વિધાન અનુસાર સતયુગના પ્રારંભનો આ દિન ભૂપતિ બ્રહ્મા એટલે સૃષ્ટિના સર્જક, ભૂપતિ શિવ એટલે સૃષ્ટિનું નિયમન કરનાર અને ભુવનપતિ વિષ્ણુ એટલે સૃષ્ટિનું પાલન કરનાર પાલન પોષણની જવાબદારી છે. એટલે તો સમયાંતરે એક યા બીજા સ્વ‚પે વિષ્ણુએ અવતાર લેવા  પડે છે. આ વિષ્ણુના નરનારાયણ  સ્વરૂરૂપ હગ્રગીવ સ્વપ અને પરશુરામ સ્વરૂપનું અવતરણ એટલે વૈશાખ સુદ ત્રીજ… અક્ષય તૃતિયા સૌરાષ્ટ્રમાં અખાત્રીજના નામે પ્રચલિત અક્ષય તૃતિયાનું ભારતના લગભગ તમામ રાજયમાં વિવિધ નામ સાથે આગવું મહત્વ છે.

akshayઆમેય ત્રીજ અને તેરસને ‘વણજોયા મુહૂર્ત’ કહેવાય છે. એમાય અખાત્રિજ સૌથી શ્રેષ્ઠ મુહુર્ત જ્યોતિષ શાસ્ત્રની પૃષ્ટિએ આ દિવસે સુર્ય અને ચંદ્ર એમની ઉચ્ચ રાશીમાં હોય છે. એટલે ચંદ્રબળ,તારાબળ,કે સુર્યબળ કે પછી કમુહર્તાના દિવસો જેવા લગ્ન સગાઇ જેવા શુભ કાર્યો માટે વર્જિત દિવસોને લીધે જેમનો લગ્નયોગ ખેંચાતો રહેતો હોય એમના માટે તો આ સુવર્ણકાળ સમો દિન….આ દિવસે મુહુર્ત જોવાનું જ ના હોય બસ કરો કંકુના….

સામાજિક દ્રષ્ટિ એ પણ આ દિવસનું મહત્વ ઓછું નથીઆજના દિનની ખરીદીને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.ખાસ કરીને નવું વાહન અને સોનું-ચાંદી.વાહનો માટે તો આજના દિવસે ડિલીવરી મળે એ માટેના બુકીંગ થતા હોય છે માન્યતા એટલી જ કે આજના દિવસે ખરીદેલ ચીજનો ક્ષય ન થાય …અર્થાત્ લાંબાગાળા માટે તમારા ઉપયોગમાં રહે..

Best Wishes For Akshaya Tritiyaધાર્મિક વિધી વિધાનમાં તો આ દિવસની બોલબાલા હોય જ…સતયુગનો પ્રારંભ.. એટલે આદ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતી તેમજ ભોતિક સુખ માટે ગીતાના જ્ઞાન અનુસાર ત્યેન તકતેન ભુંજીથા મુજબ દાન કરો અને સુખ મેળવો.

શાસ્ત્રના આ વચન મુજબ ધોમ ધખતા ચૈતર વૈશાખના આ દિવસોમાં શીતળ જળ દુધ-દહિં અને ટંડા પદાર્થોનું દાન અને તાંબાના કળશમાં ચોખાનું દાન આજના દિનની સંકલ્પ સિધ્ધિ ગણાય છે

બ્રહ્મમુહુર્તમાં નદી સ્નાન વિષ્ણુ અને લક્ષ્મીની શાસ્ત્રોકત પુજન-વિધી સફેદ પુષ્ય અને ચંદનનું અર્ચન,નવા વસ્ત્રો પહેરવા અને બ્રહ્મભોજન એ આજના દિવસની ધાર્મિક પરંપરા છે.પિતૃ તર્પણ,પિંડ દાન દ્વારા પિતૃના મોક્ષ અને ગૃહ શાંતી પણ આજનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે.

-:આર્ટીકલ ગમે તો અચૂક શેર કરો:-

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.