સરહદ પરના ૧૦ જેટલા પ્રતિબંધિત વિસ્તારોમાં ચીને બાંધકામ શરૂ કરતા ભારતીય જવાનોએ પ્રતિકાર કરતા સંઘર્ષની સ્થિતિ ઉભી થવા પામી હતી
ભારત-ચીન વચ્ચેની સરહદના કેટલાંક વિવાદિત વિસ્તારો પૈકીના લદ્દાખના અક્ષય ચીન વિસ્તારમાં બન્ને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષની વાતાવરણ ઉભું થયું, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સર્જાયેલા સંઘર્ષના પગલે બન્ને દેશોની સેનાએ પશ્ર્ચિમ લદ્દાખ સહિતના વિવાદસ્પદ ક્ષેત્ર સહિત કેટલાંક વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારીને સરહદની સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનાવી છે.
ભારત ચીનની સરહદે આવેલા પોંગગોંગત્સો સેકટરમાં ગત પ થી ૬ મે ના દિવસોમાં બન્ને દેશોના સશસ્ત્ર સૈનિકો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઇ હતી. સેનાના સુત્રો જણાવ્યું હતું કે મેના પ્રથમ અઠવાડીયામાં જ સરહદની પરિસ્થિતિમાં એકા એક વળાંક આવતા ભારતીય સેનાએ આગોતરા પગલાનાં ભાગરુપે ડેમચોક, ચુનાર અને દોલત બેગ, ઓલડી, ગલવાનખીણ જેવા ચીનના સંભવિત કાંકરીચાળાના હોટ સ્પોટ જેવા વિસ્તારોમાં સુરક્ષા વધુ સંગીન બનાવી છે.
ચીનના સૈનિકોએ નદી કિનારે કેટલીક છાવણીઓ ઉભી કરી હતી અને બાંધકામની પ્રવૃતિઓ શરૂ કરતાં તેની સામે ભારતીય સેનાએ વિરોધ નોંધાવ્યો છે. બાંધકામની પ્રવૃતિ અટકાવતાં ગલવાન નદી પર સંઘર્ષની સ્થિતિ ઉભી થઇ હોવાનું ભારતીય સેનાના સુત્રોએ જણાવ્યું હતું કે પોંગગોંગત્સો ક્ષેત્રમાં ઉત્તર કિનારે પ અને ૬ મેના દિવસો દરમિયાન સર્જાયેલી સંઘર્ષની સ્થિતિ અને ગોળીબારમાં બન્ને બાજુના કેટલાક સૈનિકોને ઇજા થવાના પગલે ભારત અને ચીને આ વિસ્તારમાં વધારાના સૈનિકો તૈનાત કર્યા હતા. ભારત-ચીનના લદ્દાખ પ્રાંતમાં આવેલ ગુલવાન વિસ્તાર ૧૯૬૨ ના ભારત અને ચીનના યુઘ્ધનું ટ્રીંગર પોઇન્ટ ગણાય છે.
આ વિવાદાસ્પદ વિસ્તારમાં છાવણીઓનો પ્રપિબંધિત છે ત્યાં ચીનનાં સૈનિકોએ બાંધકામ શરુ કરતાં છેલ્લા કેટલાક વિસ્તારથી પીપલ લિબ્રટેશન આર્મીના પ્રભાવવાળા આ વિસ્તારના ચીનના આ સૈનિકોની પ્રવૃતિએ સંઘર્ષ ઉભો કર્યો હતો.
એપ્રિલ-મે ૨૦૧૩ ની સ્થિતિએ આ વિસ્તારમાં ર૧ દિવસ સુધી સંઘર્ષ અને લશ્કરી કવાયતનો દોર વિત્યો હતો. પીએલએની ટુકડીએ વિવાદાસ્પદ વિસ્તાર ડીબીઓ ક્ષેત્રમાં ભારતના સરહદના એક ૧૯ કી.મી. વિસ્તારમાં પગપેસારોની પેરવી કરી હતી. ૨૦૧૮માં પીએલએ સૈનિકોએ ફરીથી આ વિસ્તારમાં ડેમચોક ક્ષેત્ર કે જયાં સિધુ નદી વહી રહી છે તેવા વિસ્તારમાં ૩૦૦ થી ૪૦૦ મીટરની ઘુષણખોરી કરી હતી.
આવા સંજોગોમાં અમે પણ સૈનિકોની બટાલીયનોને આગળ ધકેલવા માટે તૈયાર રહેતા હોઇએ છીએ. આ પરિસ્થિતિનો ઉકેલ સામાન્ય રીતે સૈનિક કવાયત અથવા તો રાજદ્વારી સ્ત્રોતો દ્વારા કરવામાં આવતો હોય છે. જો કે સેનાના સૂત્રોએ આ અંગે કશું જ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
શુક્રવારે સેના અઘ્યક્ષ જનરલ એનએમ નારવાણેએ આ અંગે ચીન સાથે મસલત કરતા ૩૪૮૮ કી.મી. લાંબી એલએસી પર રાબેતા મુજબની ગતિવિધિ હોવાનું નિર્દેશ મળ્યા છે.
પરંતુ હકીકતમાં જો એક બે જગ્યાએ આવી ગતિવિધિઓ હોય તો તે સામાન્ય ગણાય પરંતુ આ પરિસ્થિતિમાં ૧૦ અલગ અલગ જગ્યાએ દરરોજ બન્ને સેનાના જવાનો અને બટાલીયનો વચ્ચેસંઘર્ષ થાય તે સામાન્ય નથી એલએસી પર વારંવાર સંઘર્ષની પરિસ્થિતિ સર્જાતી રહી છે જયારે જયારે કમાન્ડર અને ઉચ્ચ અધિકારીઓની નિમણુંક થાય છે. ત્યારે સેનાના અધિકારીઓ અગાઉના અધિકારીઓ કરતા પોતે કંઇક અલગ કરતાં હોય તેવું ચિત્ર ઉભું કરવા પ્રયાસ કરતા હોય છે અને આ પરિસ્થિતિમાં ભારત હંમેશા ચીનની સરહદોને લઇને હંમેશા સર્તક રહે છે.