આપણે ત્યાં અક્ષણ તૃતિયા તથા ધનતેરસના દિવસે કોઇપણ શુભ કાર્યો કરવા મુહુર્ત જોવા પડતા નથી અને આ બન્ને દિવસે સોના-ચાંદીની લોકો શુકન સાચવવા તે દિવસ ખુબ જ શુકનવંતો હોવાથી ખરીદી કરતી હોય છે. આ વર્ષે 14મી મે રોજ અક્ષય તુતિયા છે. જેને આપણે અખાત્રીજ મહામારી ચાલી રહી છે. ધંધા અને બજારો બંધ છે. સોના-ચાંદીના શોરૂમ,, દુકાનો બંધ છે. પરંતુ સોનું એ સંકટ સમયની સાંકળ કહેવાય છે. આપણે ત્યાં લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. હાલ બીઝનેસ નથી પરંતે આગામી સમય ચાંદી-સોના માટે સારો રહેશે. તેવી આશા સોના-ચાંદીના વેપારીઓ સેવી રહ્યાં છે.
સોનાને ગ્લોબલી લોકોએ ઘ્યાનમાં લીધું છે. આવનાર સમયમાં સોનું સારું રીટર્ન આપશે:
હરેશભાઇ સોની (પ્રેમજી વાલજી જવેલર્સ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પ્રેમજી વાલજી જવેલર્સના માલીક હરેશભાઇ સોની જણાવ્યુઁ હતું કે અમારી પેઢીને 75 વર્ષ થયા છે. અને હુ: 41 વર્ષથી વ્યવસાય સાથે સંકળાયેલ છું. અક્ષય તૃતિયા એક એવો દિવસ છે. કંઇપણ કિંમતી વસ્તુની ખરીદી કરી હોય તો તે બમણી થાય એવું માનવામાં આવે. હાલ આ કપરા સમય દરમિયાન ફુગાવો વધી રહ્યો હોય તો ફુગાવાની સામે એક માત્ર એવું ઇન્વેસ્ટમેન્ટ છે. તે સોનાનું છે. સોનું એક એવી કોમોડીટી છે કે જે દરેક પ્રસંગે કામ લાગે લોંગ ટર્મ સોનામાં એક એવી તેજી જોવા મળે છે કે આવનાર સમયમાં ફુગાવો જેમ જેમ વધતો જશે તો સોનું તમને પ્રોટેકશન આપશે. બીજી કોઇપણ કોમોડીટી, ફીકસ ડીપોઝીટમાં ઇન્વેસ્ટમેનટ કરીશું તો ફુગાવા સામે તેનો દર ઓછો થશે. હું તમને એક વાત કરું કે વર્ષમાં એક દિવસ અનુકુળતા મુજબ ખરીદ કરશો. જેના થકી લાંબા સમયે તે સારું વળતર આપશે. સોનાને ગ્લોબસી લોકોએ ઘ્યાનમાં લીધું છે અને આવનાર સમયમાં સોનું આપણને સારું રીટર્ન આપી જશે. અત્યારે પેન્ડામીકના કારણે માર્કેટો બંધ છે. પરંતુ હું એક જ વાત કહીશ કે આપના પ્લાનીંગમાં એવું જરુર હોવું જોઇએ. દર વર્ષે સારા મુહુર્ત ખરીદી કરેલ સોનાની વસ્તુ સારું વળતર આપશે. બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ સામે ગોલ્ડની સીકયોરીટીને આપણે કમપેર કરી શકયાં છીએ કે ગોલ્ડે આપણને સારું વળતર આપ્યું છે. આવનારા સમયમાં ઇન્ટરનેશનલલ ગોલ્ડનું ક્ધસ્મસ્ન વધશે. સોનું-ચાંદીનું ક્ધસ્મસ્ન વધારે જોશો. તેના અનેક કારણો છે. દરેક દેશોએ પોતાનું ગોલ્ડ રીઝર્વ વધારતા જાય છે. આપણું ભારત વિશ્ર્વમાં દસમાં સ્થાને છે જેનું ગોલ્ડ રીઝર્વ હોય, આપણા ગોલ્ડ રીઝર્વમાં 630 ટન જેટલું ગોલ્ડ રીઝર્વ છે. જેમાં અમેરિકાનું 8800 ટન રીઝર્વ છે. સરકારે સોવરીન બોલ્ડની સ્કીમ મૂકી છે. તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ગયા વર્ષ કરતાં આ વર્ષે ઇમ્પોર્ટ વધુ થયું છે. કારણ કે જાન્યુઆરીથી માર્ચ સુધી આપણી માર્કેટ ઓપરેશનલ હતી. ગોલ્ડના રેટ ઓછા આવેલા તેવા સમય દરમિયાન ગોલ્ડનું ઇમ્પોર્ટ ગયા વર્ષ કરતા 110 ટન ઇમ્પોર્ટ વધારે થયું છે. આ વર્ષે મહામારી વધુ ન લંબાઇ તો આવનાર સમયમાં ગોલ્ડની ખરીદી થશે. તો ઇમ્પોર્ટ વધશે અને તે વધશે તો તેની સામે આપણું ગોલ્ડનું ક્ધઝમશન ઇમ્પોર્ટ દ્વારા જ પુરુ કરી શકીએ તેમ છે.
હાલ ધંધો નથી પરંતુ આવનારો સમય ખુબ જ સારો હશે:
ચિમનલાલ લોઢીયા તત્વ જવેલર્સ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન તત્વ જવેલર્સ ચિમનલાલ લોઢીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષથી સોનાના ધંધા સાથે જોડાયેલો છું. આપણે ત્યાં ધનતેરસ, અખાત્રીજના સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે આ દિવસે સારા કામો માટે મુહુત જોવામાં આવતું નથી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે છેલલા સ્વા વર્ષથી ધંધો બંધ છે. 2019માં ખુબ જ સારી ખરીદી જોવા મળી હતી. પરંતુ હાલ હાલ ધંધો નથી પરંતુ આપણે ત્યાં સોનામાં રોકાણ કરવું સૌથી સેઇફ ગણવામાં આવે છે. જરુરીયાતના સમયે સોનામાં કરેલું ઇન્વેસ્ટમેનટ જ કામમાં આવે છે. આવનારો સમય સોના ચાંદી માટે સારો રહેશે તેવું લાગે છે.
અક્ષય તૃતિયાએ સોનાની ખરીદી શુભ ગણાય, પરંતુ બે વર્ષથી ધંધો બંધ:
હસમુખભાઇ સોની (પંકજ જવેલર્સ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પંકજ જવેલર્સના માલીક હસમુખભાઇ સોનીએ જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્રમાં અક્ષય તૃતિયા (અખાત્રીજ)નું અનેરું મહત્વ રહ્યું છે. આ દિવસે તમામ સારા કામો માટે મુર્હત જોવું પડતું નથી. જેમાં લગ્ન સગાઇ સહિત તમામ સારા કામો થાય અને આ દિવસે લોકો નાનું મોટું થોડું ઘણું સોનાની ચાંદીની ખરીદી કરતા જ હોય વર્ષ 2019ની વાત કરો તો સારા પ્રમાણમાં ખરીદી થઇ હતી. પરંતુ ગયા વર્ષે કોરોનાની મહામારી પહેલા વેવ હતો. લોકડાઉન હતું ધંધો ન હતો આ વર્ષે પણ અડધુ લોકડાઉન જેવું જ છે. સોના ચાંદીનાના શોરુમ તો બંધ છે. લોકો જો નાની બચત થાય તો પણ પહેલા નાનુ મોટું સોનું લેવાનું હિતાવહ સમજે છે કે તે જરુરીયાતના સમયે તેમાંથી વળતર મળશે આવનારો સમય અમારા ધંધાનો સારો હશે એવું અમને લાગી રહ્યું છે.