અક્ષય તૃતીયાનો દિવસ હિંદુ ધર્મ મુજબ વર્ષનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે પંચાંગ જોયા વિના કોઈપણ શુભકાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી સૌથી શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુમાં અક્ષય વૃદ્ધિ થાય છે. પરંતુ જ્યારે સોનું દરેક માટે ખરીદવું શક્ય નથી ત્યારે શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલિ કેટલીક અન્ય વસ્તુઓને પણ સોના સમાન જ માનવામાં આવે છે. જો તમે સોનું નથી ખરીદી શકતા તો આ વસ્તુઓ ખરીદવાથી પણ તમને મા લક્ષ્મીના કૃપા થશે.
જેનો ક્યારેય ક્ષય ન થાય તે અક્ષય
જવ
જો અક્ષય તૃતીયા પર સોનું તમારા બજેટમાં નથી, તો શાસ્ત્રો મુજબ આ દિવસે જવ પણ ખરીદી શકો છો. જવને કનક એટલે કે સોના સમાન ગણવામાં આવે છે. અક્ષય તૃતીયા પર જવ ખરીદવું એ પણ સોનું ખરીદવા સમાન માનવામાં આવે છે. જવ ખરીદીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ પછી, જવને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખવા.
શ્રી યંત્ર
અક્ષય તૃતીયા પર શ્રી યંત્ર ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મીને શ્રી યંત્ર સૌથી પ્રિય છે. તેને ઘરના પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને શાસ્ત્રોમાં શ્રી યંત્રને ઘરમાં લાવવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર શ્રી યંત્રને ઘરે લાવવાથી તમે આખા વર્ષ સુધી મા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.
કોડી
અક્ષય તૃતીયા પર તમે મા લક્ષ્મીની વધુ એક પ્રિય વસ્તુને પણ ખરીદીને ઘરે લાવી શકો છો. તેને પણ સોનાનો સારો વિકલ્પ પણ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર એક કોડી લો અને તેને દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. તે પછી મા લક્ષ્મીની પૂજા કરો અને પછી બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં લપેટીને તમારી ધનરાશિ રાખવાની જગ્યાએ રાખો.
શંખ
મંદિરમાં શંખ રાખવો એ શાશ્ત્રો મુજબ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખ દક્ષિણાવર્તી શંખ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. તે મા લક્ષ્મીને સૌથી પ્રિય ગણવામાં આવે છે. જો શક્ય હોય તો, અક્ષય તૃતીયા પર દક્ષિણાવર્તી શંખને ઘરે લાવો. દક્ષિણાવર્તી શંખને ઘરના પૂજા સ્થાન પર રાખો અને તેને સવાર-સાંજ વગાડવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.