અક્ષયકુમાર એટલે બોલીવુડનો ‘મિસ્ટર ખિલાડી’ શહીદોના પરિવારો માટે દાન એકત્ર કરે છે, ખુદ પોતે આર્થિક સહાય કરે છે, મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને (નાના પાટેકર સાથે મળીને’ મદદ કરે છે તે બધી સખાવતોને ભૂલાવીને સોશિયલ મીડિયા પર તાજેતરમાં તેના પર પસ્તાવ પડી ! મામલો કંઈક આવો છે ગત રવિવારે લંડનમાં લોર્ડસના મેદાન પર વીમેન્સ ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મેચમાં અક્ષયકુમાર ભારતીય ખેલાડીઓને ચિયર અપ કરવા પહોંચી ગયો હતો. તેણે મેદાન પર અને પછી સ્ટેડિયમમાં રહીને ખેલાડીઓને પાનો ચઢાવ્યો.સ્ટેડીયમના વીઆઈપી બોકસમાં ત્યારે તેના હાથમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો હતો. પરંતુ ગેલમાં આવી ગયેલા અક્ષયના હાથમાં પવનથી ઉડીને કયારે તિરંગો ઉલટો થઈ ગયો તેનું બિચારા તેને પણ સાન-ભાન નહીં રહ્યું હોય. બસ આટલો જ અક્કીનો વાંક ! ને પછી તો જે થઈ છે અક્ષયકુમારની માથે ! આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બાપ રે બાપ જે આવે તે બધા વરસી પડયા. ટૂંકમાં અકકીની આ તસવીર ટ્રોલ (ટીકાપાત્ર) થઈ. બધાને લાગ્યું કે અક્ષયકુમારે તિરંગાનું અપમાન કર્યું છે.જો કે, અક્ષયે બાદમાં ઓનલાઈન માફી પણ માગી લીધી અને પોતાને દેશભકત ગણાવ્યો હતો. અક્ષયકુમારે એક વેબસાઈટ લોન્ચ કરી છે જેમાં સહીદોના પરિવારને સીધી જ આર્થિક મદદ પહોંચાડી શકાય છે. બાય ધ વે, અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકરની ફિલ્મ ‘ટોઈલેટ: એક પ્રેમ કથા’ આગામી તારીખ ૧૧ ઓગષ્ટે રીલીઝ થશે.
Trending
- હિંમતનગર-શામળાજી હાઇવે પર ગમખ્વાર અકસ્માત!!!
- ગીર સોમનાથમાં વિવિધ સ્થળોએ લગાવાશે CCTV કેમેરા
- RBI એ રદ્દ કર્યું અમદાવાદની આ Co-operative બેંકનું લાયસન્સ,પણ શા માટે..?
- 2024 માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ 4 ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
- પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર આવેલા ગ્રહ પર વૈજ્ઞાનિકોને મળ્યા જીવનના સંકેતો..!
- સેકન્ડ-જનરેશન Skoda Kodiaq નવા સવરૂપ સાથે ભારતમાં લોન્ચ…
- મોરબી : માળીયા હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…
- એજ્યુકેશન લોનના કેટલા પ્રકાર હોય છે? જાણો ફાયદા અને અરજી કરવાની રીત