મુંબઇના અંધેરી વિસ્તારમાં એક સાથે ચાર એપાર્ટમેન્ટ ખરીદ્યા: જુહુ, બાંદરા, લોખંડવાલામાં પણ પ્રોપર્ટી: ગોવામાં પોર્ટુગીઝ સ્ટાઇલના બંગલાનો માલિકઅક્ષયકુમાર છે પ્રોપર્ટીનો ‘રાજા’જી હા, અકકી ઉર્ફે અક્ષય બોલીવૂડમાં ઘણી બધી પ્રોપર્ટી ધરાવતા માટે જાણીતો છે. તાજેતરમાં જ તેણે મુંબઇના અંધેરી વિસ્તારમાં માત્ર ૧૮ કરોડ ‚પિયામાં ૪ ફલેટ ખરીદ્યા છે.અક્ષયકુમાર એટલે બોલીવૂડના મીસ્ટર ખીલાડી સ્થાવર મિલ્કતોમાં રોકાણ કરે છે. બજાર ઉચકાય એટલે સોદો કરી નાખે છે. હમણાં તેણે અંધેરીમાં એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. અત્યારે અક્ષયકુમાર તેની પત્ની ટિવંકલ, પુત્ર આરવ અને પુત્રી નિતારા સાથે જુહુના એક ડુપ્લેકસ એપાર્ટમેન્ટમાં રહે છે. આ સિવાય લોખંડવાલા અને બાંદરામાં પણ તેની પ્રોપર્ટી છે. તે ગોવામાં પોર્ટુગીઝ સ્ટાઇલના એક વિલાનો પણ માલિક છે.અક્ષરકુમારની ફિલ્મી કારકિર્દી આસમાનની બુલંદીઓને સ્પર્શ કરી રહી છે. તેની િફલ્મો રુસ્તમ, એરલિફટ, હાઉસફૂલ-૩, જોલી એલ.એલ.બી.-ર અને ટોઇલેટ એક પ્રેમ કથા સુપરહીટ સાબિત થઇ છે.તેને ફિલ્મ રુસ્તમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.અક્ષયકુમાર ભારતીય સેનાના શહીદ જવાનોના પરિવાર માટે દાન આપે છે. અને ભંડોળ એકત્ર કરવામાં સહયોગ આપે છે.તેની આગામી ફિલ્મોમાં પેડમેન, ૨.૦ અને ગોલ્ડ સામેલ છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત