તાજેતરમાં પ્રયાગરાજતીર્થના કુંભમેળામાં શ્રી અખિલ ભારતીય પંચ નિર્મોહી અની અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહંત રાજેન્દ્રદાસ બાપુ દ્વારા પૂજ્ય મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી વસંતદાસબાપુ ગુરુ શ્રી હરિ વલ્લભદાસજી હરિયાણી ને શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર તરીકે વિભૂષિત કરવામાં આવ્યા.

સમગ્ર કચ્છ – કાઠીયાવાડ- ગુજરાત માટે આ એક ગૌરવપૂર્ણ ઘટના છે, કારણકે કોઈ ગ્રામીણ ગાદીપતિ સંતને સનાતન ધર્મ જગતની આ શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત થવાનો આ પ્રથમ અવસર છે.જેની ઉજવણીના ભાગરૂપે હરિગુરુ ધામ પરિવાર, સમસ્ત અખેગઢ ગામ તેમજ સેવક પરિવારો દ્વારા અખેગઢ ખાતે વસંત બાપુનો સન્માન સમારંભ યોજાયો છે.

તારીખ બીજી એપ્રિલ મંગળવારે સાંજે સાડા ત્રણ કલાકે સંતોના સામૈયા થશે.સાંજે સાડા પાંચ કલાકે ધર્મસભાનું આયોજન છે.પ્રભુ-પ્રસાદ પછીરાત્રે સાડા નવ કલાકે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે, જેમાં શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી મેરાણભાઇ ગઢવી, શ્રી દિગુભા ચુડાસમા અને શ્રી દિપક હરિયાણી પોતાની વાણી નો પ્રસાદ પીરસશે.

સંત સભામાં સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ દેહાણ જગ્યાઓના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદક વચનામૃતનો લાભ પણ શ્રોતાઓને પ્રાપ્ત થશે.સમગ્ર કાર્યક્રમનું રસપૂર્ણ અને માહિતીસભર સંચાલન બોટાદના પ્રસિદ્ધ લોક કલાકાર અને જાણીતા ઉદ્ઘોષક શ્રી મહેશદાન ગઢવી કરશે.અખેગઢ ગામ સમસ્ત અને હરિગુરુ ધામ પરિવાર તરફથીઅભિવાદન સમારોહ તથા સંતવાણીમાં ઉપસ્થિત રહેવા સહુ ભાવકોને સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.