રઘુકુળ યુવા ગ્રુપ તથા સૌરાષ્ટ્રના સેવાભાવી યુવાશ્રેષ્ઠી સ્વ.હરેશભાઈ લાખાણીને શ્રદ્ધાંજલિરૂપે બે મીનીટ મૌન પાળશે
રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન આજરોજથી તા.૧૯/૧૦ સુધી યોજાનાર અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. દર વર્ષે લોહાણા સમાજના હજારો યુવાન-યુવતીઓ પોતાના પરીવાર સાથે આ રાસોત્સવનો આનંદ ભકિતપૂર્ણ વાતાવરણમાં લઈ રહ્યા છે. અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે.
આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલ, કિડસ, વયજુથના ઉત્કૃષ્ટ રમતા ખેલૈયાઓને ઈનામ, વેલ, આરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શણગાર, શાફા સ્પર્ધા, સાડી સ્પર્ધા વગેરે ૨૭ પ્રકારના ઈનામો, અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ તથા ગેઝેબો તથા સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેમજ રઘુકુળ યુવા ગ્રુપ તથા સૌરાષ્ટ્રના સેવાભાવી યુવા શ્રેષ્ઠી સ્વ.હરેશભાઈ લાખાણીને શ્રદ્ધાંજલીરૂપે બે મિનિટ મૌન પાડવામાં આવશે.
આ મહોત્સવને સફળ બનાવવા માટે રઘુકુળ યુવા ગ્રુપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ પારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાઉ), નિરવ રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર કારીયા, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમિત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા વિગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. વિશેષ વિગતો માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે કાર્યાલય મો.૯૩૨૭૭૦૬૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.